મેહુલ ચોક્સીને બેલ્જિયમની કોર્ટે આપ્યો ઝટકો, પ્રત્યાર્પણને પડકારતી અરજી ફગાવી, ભાગેડુને ભારત લાવવાનો માર્ગ મોકળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehul Choksi News: ભાગેડુ ભારતીય હીરા વેપારી મેહુલ ચોક્સીને મોટો ઝટકો લાગ્યો છે. બેલ્જિયમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ભારત પ્રત્યાર્પણને પડકારતી તેની અપીલ ફગાવી દીધી છે. ચોક્સી કથિત રૂ.13,000 કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ફરાર છે. કોર્ટના આ ચુકાદા બાદ ચોક્સીને ટૂંક સમયમાં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય
બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ કેસેશને મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો. પીટીઆઈના અહેવાલ મુજબ, તેણે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણને પડકારતી અપીલ ફગાવી દીધી. કોર્ટના અધિકારી હેનરી વેન્ડરલિન્ડને માહિતી શેર કરતા જણાવ્યું હતું કે કોર્ટ ઓફ કેસેશને અપીલ ફગાવી દીધી છે તેથી કોર્ટ ઓફ અપીલનો નિર્ણય અમલમાં રહેશે.
આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
અગાઉ, એન્ટવર્પમાં કોર્ટે ઓફ અપીલે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને સમર્થન આપ્યું હતું. તેમણે તેને લાગુ કરવા યોગ્ય ગણાવ્યું હતું. 29 નવેમ્બર, 2024ના રોજ કોર્ટના પ્રી-ટ્રાયલ સુનાવણીના આદેશને સમર્થન આપવામાં આવ્યું હતું. તેણે મુંબઈની ખાસ અદાલત દ્વારા જારી કરાયેલા 2018 અને 2021ના ધરપકડ વોરંટને સમર્થન આપ્યું. આનાથી ચોક્સીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો.








