બરાક ઓબામાના ટવીટર્ પર ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધુ ફોલોઅર્સ છે
ટ્રમ્પના ફોલોઅર્સનો આંકડો 8.3 કરોડ જયારે ઓબામાનો 12.7 કરોડ
રાજકિય મહાનુભાવોનો સોશિયલ મીડિયા પર વધતો જતો દબદબો
ન્યૂયોર્ક, 20 જુલાઇ, 2020, સોમવાર
માઇક્રો બ્લોગિગ સાઇટ ટવિટર્ પર ફિલ્મ સ્ટાર ઉપરાંત રાજકિય વ્યકિતઓ પણ સક્રિય રહે છે, સોશિયલ મીડિયા રાજકિય બયાનબાજીનું ખૂબ મોટું હથિયાર બની ગયું છે. ટવીટર પરના ૨૮૦ કેરેકટર ઘણી વાર મોટી ઉથલપાથલ કરતા હોય છે. વિશ્વના નેતાઓ લોકો સાથે સીધો સંવાદ સાધવા માટે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેમના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં હોય છે. વિશ્વમાં સૌથી વધુ ૧૨.૭ કરોડ ફોલોઅર્સ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ધરાવે છે એક રાજકિય મહાનુભાવ તરીકે તેમની ટવીટને ગંભીરતાથી લેવામાં આવે છે.
બીજા ક્રમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ ફોલોઅર ધરાવે છે. ટ્રમ્પના ફોલોઅર્સનો આંકડો ૮.૩ કરોડ છે. ત્રીજા ક્રમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે સોશિયલ મીડિયાનો રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય સમૂદાય સાથે સંવાદ સાધવા વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. મોદીના ફોલોઅર ૬ કરોડથી વધારે છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોવાન ટવીટર્ પર ૧.૬૩ કરોડ ફોલોવર્સ ધરાવે છે. આરબ જગતના મસિહા બનવાનો અભરખો ધરાવતા એર્દોવાન તેમના સ્ફોટક ટવીટ્ માટે જાણીતા છે. તૂર્કીના રાજિકય માહોલમાં પોતાનો પક્ષ અને મત આ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યકત કરતા રહે છે. જોકો વિડોડો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટનો ભરપૂર ઉપયોગ કરે છે.તેમના ટવીટર્ પર ૧.૪ કરોડ ફોલોવર્સ છે. બિન રાજકિય ક્ષેત્રની સેલિબ્રિટીની વાત કરીએ તો બરાક આબામા પછી મ્યૂઝિશિયન જસ્ટીન બિબર, કેટી પેરી અને રિહાના ટવીટર ફોલોવર્સમાં ખૂબજ આગળ છે. ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીનો રોનાલ્ડો ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે.ટવીટરના ટોપ ટેન ફોલોવર્સમાં ૫૦ ટકા સેલિબ્રેટીઓ મ્યૂઝિક અને એકટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલી છે.