Get The App

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત! પાછળ પડેલા ટોળાએ નદીમાં ડૂબાડીને કરી હત્યા, 20 દિવસમાં 7મી ઘટના

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત! પાછળ પડેલા ટોળાએ નદીમાં ડૂબાડીને કરી હત્યા, 20 દિવસમાં 7મી ઘટના 1 - image


Bangladesh Hindu Genocide Case: બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શું કરી રહી છે? શું યુનુસ સરકાર આંખ-કાન બંધ કરીને હિન્દુ હત્યાઓનો તમાશો જોઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની ચીસો હવે કેમ ત્યાંની સરકારને સંભળાતી નથી? જ્યારે દીપું ચંદ્ર દાસની સરાજાહેર કરપીણ હત્યા થઈ હતી ત્યારે યુનુસ સરકારે દિલ પર પથ્થર રાખીને નિવેદન આપ્યું હતું, પણ એ બાદ થયેલી અનેક ઘટનાઓ પર કેમ ચુપ્પી સાધીને બેઠા છે. હિન્દુ નરસંહારથી જોડાયેલા કેસોમાં કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. આજે વધુ એક હિન્દુ યુવકને બાંગ્લાદેશી કટ્ટરપંથીઓએ મોત આપ્યું છે.

પાણીમાં ડૂબાડીને મોત આપ્યું

હવે વધુ એક હિન્દુ યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરી કટ્ટરપંથીએ પોતાના હાથ લોહી લાલ કર્યા છે. 25 વર્ષના યુવકને પાણીમાં ડૂબાડીને મોત આપ્યું છે. બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓએ હવે હત્યા કરવા નવો પેતરો શોધ્યો છે, જે મુજબ હવે હિન્દુઓને મરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. 

મિથુન સરકારની હત્યા!

નવી મોડસ ઓપરેન્ડીથી બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવા આવી, નવો કેસ નવગાવ મહાદેબપુરનો છે. જ્યાં ચોરીની આરોપ લગાવી સ્થાનિક લોકોની ભીડે 25 વર્ષના હિન્દુ યુવક મિથુન સરકારને દોડાવ્યો, જીવ બચાવવા ભાગેલા મિથુને એક નહેરમાં છલાંગ લગાવી દીધી, તે પાણીમાં ડૂબવ લાગ્યો, મદદના પોકાર છતાં પણ ત્યાં લોકો તમાશો જોતા રહ્યા પણ કોઈ મદદ ન કરી, આખરે જે નહેરમાં જીવ બચાવવા મિથુન કૂદયો હતો ત્યાં જિંદગીનો જંગ હારી ગયો.

20 દિવસમાં બાંગ્લાદેશમાં 7 હિન્દુ યુવકોની હત્યા

મંગળવાર સાંજે ચકગૌરી બજારમાં આવેલા પોલીસે યુવકનો મૃતદેહ શોધ્યો, મૃતક મિથુન સરકાર ભંડારપૂર ગામનો રહેવાસી હતો અને પીકું સરકારનો દીકરો હતો. છેલ્લા 20 દિવસમાં બાંગ્લાદેશમાં 7 હિન્દુ યુવકોની હત્યા થઈ છે આજે બનેલા બનાવમાં ભલે જીવ બચાવવા મિથુન નહેરમાં પડ્યો હોય પરંતુ ત્યાં પડવા માટે તેને કટ્ટરપંથીઓ દ્વારા મજબૂર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભારત-અમેરિકાના સંબંધો પર ફરી એક વખત ટ્રમ્પનું મોટું નિવેદન, ટેરિફ અને રશિયાના તેલ મુદ્દે કર્યો દાવો

બાંગ્લાદેશમાં 7 હિન્દુ યુવકોની હત્યા

-દીપું ચંદ્ર દાસ

-અમૃત મંડલ

-રાણા પ્રતાપ બૈરાગી

-ખોકોન ચંદ્ર દાસ

-બજેન્દ્ર બિશ્વાસ

-મણિ ચક્રવર્તી

-મિથુન સરકાર (નદીમાં ડૂબવા મજબૂર કર્યો)