Get The App

દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ 1 - image


Bangladesh Hindu Women Rape Case: બાંગ્લાદેશના કુમિલા જિલ્લાના મુરાદનગરના રામચદ્રાપુર પંચકિટ્ટા ગામમાં 21 વર્ષીય હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાના આરોપમાં બાંગ્લાદેશની પોલીસે પાંચની ધરપકડ કરી છે. પીડિતાને ન્યાય અપાવવા બાંગ્લાદેશમાં મોટાપાયે દેખાવો થઈ રહ્યા છે. બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના લોકો અને સંગઠનો વિરોધ પ્રદર્શન  કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ઢાકા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો.

મુખ્ય આરોપી રાજકારણી

આ બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)નો નેતા છે.  આરોપીએ માત્ર મહિલા પર બળાત્કાર જ નથી કર્યો પણ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. 36 વર્ષીય ફઝર અલી સહિત ચાર લોકોની ધરપકડ થઈ છે. આરોપી ફઝર અલીએ યુવતીના ઘરમાં ઘૂસી ચપ્પુના જોર પર તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. તેમજ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સ્થાનિકોએ આરોપીને પકડી માર માર્યો હતો

પીડિતાના ઘરમાં જબરદસ્તી ઘૂસી મારપીટ કરી હતી. દુષ્કર્મ કર્યા બાદ તે ભાગી રહ્યો હતો, ત્યારે સ્થાનિકોએ તેને પકડીને ઢોર માર માર્યો હતો. પણ તે ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસ સમક્ષ 27 જૂનના રોજ ફરિયાદ નોંધાયા બાદ 29 જૂને રવિવારે સવારે પાંચ વાગ્યે સૈદાબાદ વિસ્તારમાંથી ફઝર અલીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કોલકાતા દુષ્કર્મ કેસમાં હુમલા માટે વપરાયેલી હોકી સ્ટીક ઉપરાંત પોલીસે મહત્ત્વના પુરાવા એકઠાં કર્યા

બાંગ્લાદેશમાં લઘુમતીનો વિરોધ

આ ચકચારી ઘટનાએ બાંગ્લાદેશમાં મહિલાઓ ખાસ કરીને લઘુમતી કોમની મહિલાઓ વિરૂદ્ધ હિંસાનું જોખમ વધાર્યું છે. ઢાકામાં વિવિધ સમુદાયો દ્વારા નેશનલ પ્રેસ ક્લબની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. તેમણે લઘુમતી સમુદાયો પર થઈ રહેલી હિંસાનો વિરોધ કર્યો હતો. 

ભારતે પણ ચિંતા વ્યક્ત કરી

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે 27 જૂને મીડિયાને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયની સુરક્ષાની ખાતરી કરવાની જવાબદારી બાંગ્લાદેશની વચગાળાની સરકારની છે. તેઓએ આ મામલે ધ્યાન આપવું જોઈએ. હાલમાં જ ત્યાં દુર્ગા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હુમલા અને હિંસાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ 2 - image

Tags :