World

આસિમ મુનીરે પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા કરી ! બલૂચિસ્તાનનો દાવો

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કથિત હત્યા કરવામાં આવી હોવાનો બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ચોંકાવનારો દાવો કરાયો છે. બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલયે ઈમરાન ખાનની હત્યા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) અને આસિમ મુનીરને સીધા જવાબદાર ઠેરવ્યા છે અને તેને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસિમ મુનીરે પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા કરી ! બલૂચિસ્તાનનો દાવો

Pakistan Ex PM Imran Khan Murder : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કથિત હત્યા કરવામાં આવી હોવાનો બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ચોંકાવનારો દાવો કરાયો છે. બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલયે ઈમરાન ખાનની હત્યા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) અને આસિમ મુનીરને સીધા જવાબદાર ઠેરવ્યા છે અને તેને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

પરિવારને જેલમાં જતા અટકાવાયા, હત્યા શંકા વધી

અત્યાર સુધી ઈમરાનની હત્યા થઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઈમરાનના મૃત્યુના દાવા બાદ અદિયાલા જેલ બહાર તેમના પીટીઆઈ સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈમરાનના પરિવારજનો અને તેમની બહેનોને જેલની અંદર જતા અટકાવાયા હતા, જેના કારણે તેમની હત્યાની શંકા વધુ ગાઢ બની છે.

આ પણ વાંચો : રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના... વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ

આસિમ મુનીર-ISIએ ઈમરાનની હત્યા કરી !

બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલયે મીડિયાનો હવાલો આપીને દાવો કર્યો કે, લાંબા સમયથી જેલમાં રહેલા ઈમરાન ખાનની જેલની અંદર હત્યા કરવામાં આવી છે અને આસિમ મુનીર અને ISIએ ષડયંત્ર રચીને હત્યા કરી છે. બ્લુચિસ્તાનના વિદેશ મંત્રાલયે ત્યાં સુધી કહ્યું કે, જો હત્યાની માહિતી સાચી હશે તો આતંકવાદી દેશ પાકિસ્તાનનો અંત થશે અને સત્ય સામે આવશે ત્યારે પાકિસ્તાનની બચેલી માન્યતા પણ સમાપ્ત થઈ જશે.

ઈમરાનની પાર્ટીના કાર્યકર્તાઓનો જેલ બહાર વિરોધ

દરમિયાન, અફઘાનિસ્તાન ટાઈમ્સે એવો પણ દાવો કર્યો છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનનો પાર્થિવ દેહ શંકાસ્પદ રીતે અદિયાલા જેલમાંથી હટાવી દેવામાં આવ્યો છે. જેલ બહાર વિરોધ કરી રહેલા પીટીઆઈ સમર્થકો અને તેમના પરિવારજનોએ લાંબા સમયથી ઈમરાન ખાનને મળવા ન દેવાયા હોવાના આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો : VIDEO : હોંગકોંગમાં વિશાળ હાઉસિંગ કોમ્પલેક્સમાં ભયાનક આગ, 13ના મોત, 750 ફાયરફાઈટર ઘટનાસ્થળે