બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાન સામે લડી રહ્યા છે આઝાદીનો જંગ, ભારત અમારી સાથે હાથ મિલાવેઃ બલૂચ નેતા

ક્વેટા, તા. 24. જુલાઈ, 2022 રવિવાર
કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરતુ રહેલુ પાકિસ્તાન પોતે બલૂચિસ્તાનમાં લોકો પર અત્યાચાર કરી રહ્યુ છે.
બલુચિસ્તાનમાં લોકોમાં પાક સરકાર સામે ભારે રોષ છે ત્યારે દિલ્હીની મુલાકાત લેનાર બલોચ કાર્યકર અને પ્રોફેસર નાયલા કાદરીએ કહ્યુ હતુ કે, ચીન - પાકિસ્તાન કોરિડોર બલૂચિસ્તાનના લોકો માટે મોતના ફરમાન જેવો છે. આ કોઈ ઈકોનોમિક નહીં પણ સૈન્ય પ્રોજેક્ટ છે.આ માટે અમને વિસ્થાપીત કરાઈ રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન ચીનની સાથે મળીને બલૂચ લોકોનો નરસંહાર કરી રહ્યુ છે.જો ભારત સરકાર મંજૂરી આપશે તો અમે વારાણસીમાં બલૂચિસ્તાનની શરણાર્થી સરકાર બનાવવા માટે તૈયાર છે.બલૂચિસ્તાન જો આઝાદ થયુ તો ત્યાં પીએમ મોદીની પ્રતિમા મુકવામાં આવશે.હું ભારતને આગ્ર કરી રહી છું કે, બલૂચિસ્તાન સાથે હાથ મિલાવે અને પાકિસ્તાન નામના આતંકના કેન્દ્રને સમાપ્ત કરે.ત્યાં આઝાદી માટે જંગ ચાલુ છે.નાના બાળકો પણ સંઘર્ષ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનની આઝાદી માટે ચલળ ચલાવી રહેલા નેતાઓએ 21 માર્ચે પોતાની શરણાર્થી સરકાર બનાવી છે અને તેના વડા તરીકે પ્રોફેસર નાયલા કાદરીની નિમણૂંક કરી છે.જે હાલમાં કેનેડામાં રહે છે અને અત્યારે ભારતની મુલાકાતે છે.

