શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાન, મંત્રીએ કહ્યું 'હાથકડીમાં આવશે હસીના'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Awami League Calls Highway Blockade For Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આગામી 16 ડિસેમ્બરના રોજ ભારતથી બાંગ્લાદેશ પરત ફરશે. છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ભારતમાં રહી રહેલા શેખ હસીનાના પ્રવક્તાએ 24 નવેમ્બર 2026ના રોજ આ જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તેમની પાર્ટી 'અવામી લીગ'(Awami League) એ પણ 16 ડિસેમ્બરે હાઇવે પર કબજો કરવાનું એલાન કર્યું છે, જ્યારે બાંગ્લાદેશ સરકારે તેમને હથકડીમાં લાવીને જેલમાં ધકેલવાની ચેતવણી આપી છે.
1971 મુક્તિ સંગ્રામની વર્ષગાંઠ પર વાપસી અને અવામી લીગની જાહેરાત
16 ડિસેમ્બરની પસંદગી: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં 1971ના મુક્તિ સંગ્રામ જીતની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત શેખ હસીનાએ પોતાની વાપસીની ચોક્કસ તારીખ જાહેર કરી છે, અને બાંગ્લાદેશ સરકાર પાસે પોતાના દસ્તાવેજો તથા સરકારી એરલાઇન 'બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ'ની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
હાઇવે જામનું એલાન: અવામી લીગે ફેસબુક પર પોસ્ટ કરીને શેખ હસીનાને 'જનનેતા' ગણાવ્યા અને જાહેરાત કરી કે 16 તારીખે સમગ્ર દેશમાં હાઇવે પર જનતાનો કબજો રહેશે.
બાંગ્લાદેશ સરકારની ચેતવણી અને ગોપાલગંજમાં હિંસા
'હથકડીમાં જ લાવવામાં આવશે': બાંગ્લાદેશના વિદેશ બાબતોના રાજ્યમંત્રી હુમાયુ કબીરે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માત્ર હથકડીમાં અથવા કડક સુરક્ષા હેઠળ જ બાંગ્લાદેશ પરત લાવી શકાય છે. અન્ય એક મંત્રીએ પણ સ્પષ્ટ કર્યું કે, જો તેઓ પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાશે. ઉલ્લેખનીય છે કે 2024ની હિંસામાં UN મુજબ આશરે 1,400 લોકોના મોત થયા હતા, જેમાં બાદમાં સત્તા ગુમાવનાર શેખ હસીનાને બાંગ્લાદેશની યુદ્ધ અપરાધ અદાલતે ગત વર્ષે નવેમ્બરમાં તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી હતી.
ગૃહ જિલ્લા ગોપાલગંજમાં હિંસા અને તોડફોડ: બીજી તરફ બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં તેમના સમર્થનમાં નીકળેલી અવામી લીગની રેલી પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેમાં 30થી વધુ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઉપરાંત ગોપાલગંજની 12 દુકાનો અને ક્રિકેટ સ્ટેડિયમ પાસેની ફૂલોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને લોકોએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(BGB) સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.




