ચીનમાં કોરોનાનો હુમલો ચાલુ જ રહ્યો છે, સંક્રમિતો તથા લોકડાઉનમાં વધારો


- ઝોંગ-ઝાઉ પ્રાંતના આઠ જિલ્લાઓની આશરે 66 લાખની વસ્તીને ગુરૂવારથી પાંચ દીવસ સુધી ઘરમાં જ રહેવા આદેશ અપાયો છે

બૈજિંગ : ચીનમાં કોરોનાનો કાળ ફરી ફેલાઈ રહ્યો છે, તેનો વ્યાપ, તેમની સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. કોરોનાથી સૌથી વધુ સંક્રમિત તેવા ઝોંગ ઝાઉ પ્રાંતના આઠ જિલ્લાઓની આશરે ૬૬ લાખની વસતીને ગુરૂવારથી પાંચ દિવસ સુધી ઘરમાં જ રહેવા આદેશ અપાઈ ગયા છે.

આ ઝોંગઝાઉ પ્રાંત આજકાલ ખબરમાં ચમકી રહ્યો છે. ત્યાંના એપલનાં આઈફોન કારખાનામાં, કર્મચારીઓ અને પોલીસ વચ્ચે મારામારી થઇ હતી. તેના વિડીયો વિશ્વભરમાં વાયરલ થઇ ગયા છે, તે સર્વવિદિત છે કે એપલનું આ આઈફોન કારખાનું તે પ્રકારનું દુનિયાનું સૌથી મોટું કારખાનું છે.

ચીનનાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે ગુરૂવારે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોના વાયરસ સંક્રમણના ૩૧,૪૪૪ કેસ નોંધાયા છે.

ચીનનાં વુહાન શહેરમા ૨૦૧૯માં મળી આવેલા કોરોના સંક્રમણનો સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો. તે પછી કોરોનાના આ નવા હુમલાને લીધે દૈનિક સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે. છ મહિના પછી આ સપ્તાહે કોરોનાથી એક મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે હજી સુધીમાં કુલ ૫,૨૩૨ લોકોનાં કોરોનાને લીધે મૃત્યુ થયાં છે.

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોરોના અંગે કોઈપણ બેદરકારી ન રાખવા નિર્ણય કર્યો છે, અને જે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દેખાતું હોય તે વિસ્તારો તથા પ્રાંતોમાં લોકોનાં આવન જાવન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

City News

Sports

RECENT NEWS