Get The App

VIDEO : ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ, 5ના મોત, 19ને ઈજા, આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન

Updated: May 27th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ, 5ના મોત, 19ને ઈજા, આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન 1 - image

Chemical Plant Explosion In China : મંગળવારે ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિસ્ફોટના કારણે આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન પણ થયું છે. સ્થાનિક અધિકારીઓએ બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

વિસ્ફોટની ઘટનાના અનેક વીડિયો વાયરલ

ચીનના મીડિયા રિપોર્ટ મુજબ, આ વિસ્ફોટ શેનડોંગ પ્રાંતના ગાઓમી શહેરમાં શાંદોંગ યુદાઓ કેમિકલના વર્કશોપમાં થયો હતો. અહીં અનેક ઈજાગ્રસ્તોને તાત્કાલીક પ્લાન્ટમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટની ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બીજીતરફ આગ કયા કારણોસર લાગી તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી. 

અનેક કિલોમીટર દૂર સૂધી દેખાયો ધુમાડો

ચીની સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચીની મંત્રાલયે કહ્યું કે, સ્થાનિક ફાયર બ્રિગેડની 55 ગાડીઓ અને 232 કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલાયા છે. જ્યારે કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે એક ટાસ્ક ફોર્સ અને બચાવ દળ પણ તાત્કાલીક ઘટના સ્થળે મોકલ્યું છે.

આ પણ વાંચો : VIDEO : ટ્રમ્પની ખતરનાક ‘ગોલ્ડન ડોમ’ યોજનાથી ચીન-રશિયા-ઉત્તર કોરિયા ફફડ્યા, કહ્યું- ‘અવકાશમાં પરમાણુ યુદ્ધનો ખતરો’