Get The App

હનીયેહની હત્યા : પરિસ્થિતિ એકાએક ગંભીર બની છે, ઇરાન, ઇઝરાયેલ પર સીધું આક્રમણ કરવાની તૈયારી કરે છે

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
હનીયેહની હત્યા : પરિસ્થિતિ એકાએક ગંભીર બની છે, ઇરાન, ઇઝરાયેલ પર સીધું આક્રમણ કરવાની તૈયારી કરે છે 1 - image


- ઇરાનના ધાર્મિક નેતાનો હુક્મ : ઇઝરાયેલ પર તૂટી પડો

- ઓલ-આઉટ-વૉર શરૂ થવાના ભણકારા : ઇઝરાયેલ અને તેનાં રક્ષક અમેરિકા મહાયુદ્ધ માટે કટિબધ્ધ બને છે

નવી દિલ્હી : વાસ્તવમાં હમાસનાં પોલિટિકલ બ્યુરોના ચીફ ઇસ્માઇલ હનીયેહ કેટલાયે સમયથી ઇઝરાયલનાં નિશાન પર હતા. ઇરાનના પ્રમુખના શપથવિધિ પછી પોતાને ઉતારે હનીયેહ પહોંચ્યા પછી ગણતરીની મીનીટોમાં જ તે નિવાસ સ્થાન ઉત્તર ઓચિંતા જ મિસાઇલ્સ ત્રાટકતાં, તેઓનું અને તેઓના અંગરક્ષકનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ઇરાનમાં જ બની હોવાથી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાનોબાર અલિ ખેમીની ભભૂકી ઉઠયા હતા, અને તે ત્યા માટે પોતાની દેશની જવાબદારી સ્વીકારવા સાથે ઇરાનના શાસકોને હુક્મ કરી દીધો છે કે ઇઝરાયલ ઉપર તૂટી પડો.

ઉલ્લેખનીય છે કે ઇરાનમાં આયાતોલ્લાહનો શબ્દે-શબ્દ આદેશ ગણી માથે ચઢાવાય છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે તે હત્યા પછી લગભગ તુર્ત જ ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલની બુધવારે સાંજે આપાતકાલીન બેઠક મળી હતી તેમાં આયાતોલ્લાહ અલિખામેની ખાસ હાજર રહ્યા હતા, અને ઇઝરાયલ ઉપર તૂટી પડવા ઇરાન-સરકારને હુક્મ કર્યો હતો. તેમ નામ ન જણાવવાની શરતે ઇરાનના જ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

વાસ્તવમાં ગત એપ્રિલ માસમાં, સીરીયાનાં પાટનગર દમાસ્કસમાં ઇરાનના દૂતાવાસ ઉપર ઇઝરાયલે કરેલા મિસાઇલ્સ હુમલામાં ઇરાનની સેનાના બે ટોચના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ પણ માર્યા ગયા હતા. જેમાં બદલો લેવા ઇરાને ઇઝરાયલ ઉપર અસંખ્ય મિસાઇલ્સ છોડયાં હતાં પરંતુ ઇઝરાયલ અને તેનાં રક્ષક રાષ્ટ્ર (અમેરિકા) એ એન્ટી મિસાઇલ્સ સીસ્ટમ તૈનાત કરી દીધી હતી. ઇઝરાયલ એર ફોર્સ પણ તૈયારની સ્થિતિમાં આવી ગયું હતું. આ હુમલો તે સમયમાં ઇઝરાયલ પર થયેલો સૌથી મોટો હુમલો હતો.

તે સમયે જ એક તરફ હમાસ હજીબુલ્લાહ અને ઇરાન તો બીજી તરફ ઇઝરાયલ અને ગુપ્ત રીતે તેની સાથે રહેલાં અમેરિકા અને તેના યુરોપીય સાથી રાષ્ટ્રો તે બે જૂથો વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળે તેમ જ હતું, પરંતુ છેલ્લી મીનીટે મધ્યસ્થીઓના પ્રયાસોથી તે અટકી ગયું. બીજી તરફ ઇરાનનાં મિસાઈલ્સ પૈકી ૯૦ ટકા મિસાઇલ્સ અધવચ્ચે હવામાં જ તોડી પાડયાં હોઈ ઇઝરાયલને નુકસાન નહીવત થયું હતું. તેથી મહાયુદ્ધની સંભાવના ઓસરી રહી. પરંતુ આ વખતે તો પરિસ્થિતિ જ જુદી છે. એવું લાગે છે કે ધીસ ઇઝ ફોર ધી રીયલ.


Google NewsGoogle News