app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અશરફ દેશનો ખજાનો લૂંટી ભાગ્યા, ઇન્ટરપોલ ધરપકડ કરે

Updated: Aug 18th, 2021


અફઘાનિસ્તાનના દૂતાવાસની અપીલ 

અશરફે દેશ છોડયો ત્યારે તેમની પાસે હેલિકોપ્ટર, ચાર કાર અને કરોડોનો ખજાનો હોવાનો આરોપ  

કાબુલ : તાજિકિસ્તાનના અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવાની અપીલ કરી છે. તાલિબાને 15 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. પરિણામે ખજાનો અને કરોડો રૂપિયા લઇને દેશ છોડીને ભાગી ગયા હોવાનો અશરફ પર આરોપ મુકવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનથી ભાગી છુટયાના પહેલા અશરફે  ફેસબુક પર એક લાંબી પોસ્ટ મુકી હતી. જેમાં અશરફ ગનીએ કહ્યું હતું કે, તેઓ દેશમાં ખૂનખરાબીને રોકવા માટે દેશ છોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતં કે, તેઓ જો અહીં રહેશે તો તેમના સમર્થકો પણ સડકો પર આવી જશે અને તોફાનો અને હિંસાઓ થશે. 

અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને પાઠવેલા સંદેશામાં જણાવ્યું  હતું કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલીની જાહેર સંપત્તિની  ચોરીના આરોપમાં ધરપકડ કરવી જેથી આ ભંડોળને અફઘાનિસ્તાનને પરત કરી શકાય.

આરોપ છે કે અશરફ ચાર કાર અને એક હેલિકોપ્ટરમાં ઠાંસીઠાંસીને રૂપિયા  લઇને ભાગી છૂટયા છે.  આ વાતની પુષ્ટિ રશિયાના પ્રવકતાએ કરી હતી.પરિણામે તેમના પર ચોરીનો આરોપ મુકીને તેમની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

Gujarat