World

એપલ ઈવેન્ટ : 9 સપ્ટેમ્બરના રોજ 'સરપ્રાઈઝ એન્ડ શાઈન' યોજશે

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં એપલ 9 સપ્ટેમ્બરે "સરપ્રાઈઝ એન્ડ શાઈન" ઇવેન્ટ યોજશે. નવા CEO જ્હોન ટેર્નસના નેતૃત્વ હેઠળની આ પ્રથમ ઇવેન્ટમાં, iPhone 18 Pro, iPhone 18 Pro Max અને કંપનીનો પ્રથમ ફોલ્ડેબલ iPhone લોન્ચ થવાની શક્યતા છે. આ ઉપરાંત, કેમેરાવાળા એરપોડ્સ, Apple Watch Series 12 અને Watch Ultra 4 પણ રજૂ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલ ઈવેન્ટ : 9 સપ્ટેમ્બરના રોજ 'સરપ્રાઈઝ એન્ડ શાઈન' યોજશે
  • નવા સીઈઓના નેતૃત્વમાં પહેલું પ્રોડક્ટ લોન્ચિંગ
  • આઈફોન ૧૮-પ્રો, આઈફોન ૧૮ પ્રો મેક્સ અને પહેલા ફોલ્ડેબલ આઈફોનના લોન્ચિંગની શક્યતાઓ : રિપોર્ટ

કેલિફોર્નિયા : એપલ ૯ સપ્ટેમ્બરે પ્રોડક્ટ લોન્ચ ઇવેન્ટ યોજશે. કંપનીએ ઇવેન્ટને સરપ્રાઈઝ એન્ડ શાઈન નામ આપ્યું છે. એપલે કયા નવા પ્રોડક્ટ લોન્ચ લોન્ચ કરવામાં આવશે તેની વિગતો જાહેર નથી કરી. પરંતુ, આ ઇવેન્ટ એપલ માટે ખાસ રહેશે. કંપનીના હાલના હાર્ડવેર એન્જિનિયરિંગ ચીફ જ્હોન ટેર્નસ ૧ સપ્ટેમ્બરથી સીઈઓ ટીમ કૂકનું સ્થાન લેશે એટલે આ ઈવેન્ટ તેમની સીઈઓ તરીકે પહેલી ઈવેન્ટ બનશે. અહેવાલો અનુસાર આ ઇવેન્ટમાં આઈફોન ૧૮ પ્રો અને આઈફોન ૧૮ પ્રો મેક્સ લોન્ચ કરવામાં આવશે. કેમેરા સિસ્ટમમાં સુધારા, નવી ચિપ અને અન્ય હાર્ડવેર ફેરફારોની અપેક્ષા છે. આ ઇવેન્ટની સૌથી મોટી ચર્ચા કંપનીના પહેલા ફોલ્ડેબલ આઈફોનને લઈને છે. વિવિધ અહેવાલોમાં તેને આઈફોન અલ્ટ્રા અથવા આઈફોન ફોલ્ડ નામ આપવામાં આવ્યું છે.
એપલ કેમેરાવાળા એરપોડ્સ પર કામ કરી રહ્યું હોવાના અહેવાલ છે. એરપોડ્સ આસપાસની વસ્તુઓ અને સીનને ઓળખવા તથા એઆઈ આધારિત સર્વિસમાં મદદ કરશે. એપલ વોચ સીરીઝ ૧૨ અને એપલ વોચ અલ્ટ્રા ૪ નવા પ્રોસેસર, હેલ્થ અને ફિટનેસ ટ્રેકિંગમાં સુધારા સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.