ઓટાવા, તા.2 ઓગસ્ટ 2020, રવિવાર
ચીન માત્ર ભારત જ નહી પોતાના બીજા પાડોશીઓ સાથે પણ આક્રમક વલણ અપનાવી રહ્યુ છે.
જોકે ભારતે ચીન સામે આંખમાં આંખ મીલાવીને વાત કરવાનુ જે વલણ અપનાવ્યુ છે તેની પરદેશમાં પણ ચર્ચા છે.કેનેડાના ટોરન્ટોમાં ચીન સામે ભારત અને તિબેટના લોકોએ દેખાવો કર્યા હતા.જેમાં તાઈવાન અને વિયેટનામના લોકો પણ જોડાયા હતા.
આશ્ચર્યની વાત એ હતી કે, આ દેશના લોકોએ પણ ચીન સામે નારા લગાવવાની સાથે સાથે પીએમ મોદીના સમર્થનમાં પણ નારેબાજી કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન ચીનના શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોનો મુદ્દો પણ ઉઠાવાયો હતો અને ચીન હોંગ કોંગને ક્ન્ટ્રોલ કરવા પ્રયત્ન કરી રહ્યુ હોવાના આરોપ પણ લોકોએ લગાવ્યા હતા.
અહીંયા પ્રદર્શન કરી રહેલા દેખાવકારોએ કહ્યુ હતુ કે, ભારત એક મહાન લોકશાહી છે અને ચીન સામે લડવા માટે ઉદાહરણ રજૂ કરવા બદલ પીએમ મોદીને ધન્યવાદ આપવો જોઈએ.


