Andrew Barto and Richard Sutton: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ટ્રેઈનિંગ આપવાની ટેક્નિકને ટોચના કોમ્પ્યુટર સાયન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ટેક્નિકમાં જેમ એનિમલ ટ્રેનર્સ ડોગ્સ અને હોર્સિસને ટ્રેનિંગ આપે છે તેવી રીતે જ એઆઈને ટ્રેનિંગ આપવામાં આવે છે.
એન્ડ્રુ બાર્ટો અને રિચાર્ડ સટનને ટ્યુરિંગ એવોર્ડ સન્માનિત કરાયા
એન્ડ્રુ બાર્ટો અને રિચાર્ડ સટનને આ વર્ષના ટેક જગતના નોબેલ એવોર્ડ સમાન એએમ ટ્યુરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 76 વર્ષીય બાર્ટો અને 67 વર્ષીય સટને 1970ના દાયકાના અંતમાં એઆઈ ટેકનોલોજીને આગળ વધારતી શોધ કરી હતી. જેમાં, હેડોનિસ્ટિક મશીનનું સંચાલન કરવામાં આવતું હતું, જે પોઝિટિવ સંકેતોના આધારે નવી વસ્તુઓ શીખે છે.
આ પણ વાંચોઃ VIDEO: લંડનમાં જયશંકર પર હુમલાનો પ્રયાસ, પોલીસની સામે ખાલિસ્તાની સમર્થકોએ તિરંગો ફાડ્યો
આ લર્નિગ ટેક્નિકનો ઉપયોગ ગૂગલ કોમ્પ્યુટર પ્રોગ્રામે 2016-17માં ચાઈનીઝ બોર્ડ ગેમમાં વિશ્વના બેસ્ટ ગણાતા ખેલાડીઓને હરાવવા માટે કર્યો હતો. આ ટેક્નિકનો ઉપયોગ એઆઈ ટૂલ્સ જેવી કે, ChatGPT, ફાઈનાંશિયલ ટ્રેડિંગ અને રોબોટિક હાથને રુબિક ક્યૂબ સોલ્વ કરવામાં મદદ કરવા થયો હતો.
એવોર્ડ જીત્યા બાદ બાર્ટોએ કહ્યું કે, તેમના ડોક્ટરલ વિદ્યાર્થી સટન સાથે યુનિવર્સિટી ઑફ મેસેચ્યુસેટ્સ ખાતે જ્યારે તેમણે અલ્ગોરિધમ્સ બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે ફેશનેબલ ન હતું. બ્રિટિશ ગણિતશાસ્ત્રી, કોડબ્રેકર અને શરૂઆતના એઆઈ થિંકર એલન ટ્યુરિંગના નામ પરથી એવોર્ડ જીતનારા તેઓ પહેલા એઆઈ પ્રણેતા નથી પરંતુ, તેમની શોધ એઆઈ માટે મહત્ત્વપૂર્ણ છે.


