World

નવજાત પુત્ર સાથે અમેરિકાનાં સેકન્ડ લેડી પડતાં પડતાં બચી ગયા : સૈનિકોએ મદદ પણ કરી ન હતી

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સના પત્ની ઉષા વાન્સ 6 સપ્તાહના પુત્ર સાથે હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે લપસી પડ્યા હતા. જોકે, તેમણે રેલિંગ પકડી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આશ્ચર્યજનક રીતે, નજીકમાં ઉભેલા 4 સૈનિકો પ્રોટોકોલના કારણે મદદ કરવા આગળ આવ્યા નહોતા. આ ઘટનાએ 'પ્રોટોકોલ'ની જરૂરિયાત પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવજાત પુત્ર સાથે અમેરિકાનાં સેકન્ડ લેડી પડતાં પડતાં બચી ગયા : સૈનિકોએ મદદ પણ કરી ન હતી
  • 'આ તે કેવો પ્રોટોકોલ જે મુશ્કેલીમાં મદદ કરતાં રોકે ?'
  • 5 ઓકટોબરે ઉષા વાન્સ ૬ સપ્તાહના પુત્રને લઇ હેલિકોપ્ટમાંથી ઉતરતાં લપસી પડી જતાં માંડ બચ્યા

વોશિંગ્ટન : અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સનાં પત્ની હજી હમણા માતા બન્યા છે. તેમનો પુત્ર આશરે ૧૦ સપ્તાહનો છે. તેઓ પોતાના પુત્રને લઈ હેલિકોપ્ટરમાંથી ઉતરતાં લપસી પડત. થોડો સમય તો, તેમ લાગ્યું કે સેકન્ડ લેડી પુત્ર સાથે પડી જ જશે. પરંતુ તેઓએ ઉતરાણ માટેની સીડી પકડી લીધી અને પડતાં બચી ગયા. તે સમયે હેલિકોપ્ટરની પાસે ઉભા રહેલા ૪ સૈનિકો પૈકી કોઇ તેઓની સહાયે પહોંચ્યા નહીં, તેનું કારણ આપતાં તેમણે પછીથી જણાવ્યું હતું કે, પ્રોટોકોલ પ્રમાણે અમે સહાય માટે પહોંચી શકીએ નહીં.
ઉષા વાન્સ જ્યારે લપસ્યા હતા ત્યારે ૧૦ સપ્તાહનો તેમનો પુત્ર એલેક નીલવાન્સ તેમણે છાતી સાથે રખાતા બેબી કેરિયરમાં રાખ્યો હતો.
ઉષા વાન્સ હેલિકોપ્ટરમાંથી ઉતરી મેરીલેન્ડની પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટી સ્થિત જોઇન્ટ બેઝ એન્ડયુઝ-બેઝ જવા માટે પ્લેનમાં બેસવા જતા હતા. ત્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરતાં લપસી પડયા હતાં, પરંતુ ઉતરવા માટેની રેલિંગ તેમણે પકડી લીધી. તેથી પડતાં પડતાં બચી ગયા. આશ્ચર્ય તે વાતનું છે કે ત્યારે બંને બાજુએ ઉભેલા બે-બે સૈનિકો પૈકી કોઈ તેમની સહાયે ગયો નહીં. કારણ કે તેમ કરે તો તેણે પ્રોટોકોલનો ભંગ કર્યો કહેવાય.
ઉષા વાન્સે પોતાને સંભાળી લીધા પછી સૈનિકો સામે સ્મિત પણ કર્યું.
આ ઘટના અંગે સિનીયર ભારતીય આઇપીએસ પોલીસ અધિકારી અરૂણ બોથરાએ પ્રોટોકોલ અંગે જ પ્રશ્ન ઉઠાવ્યો છે. જે મુશ્કેલીમાં પણ અન્યને મદદ કરતાં રોકે.
ઉષા વાન્સ તેમનાં અન્ય સંતાનો સાથે આલાસ્કા જવા રવાના થયા. ત્યાં જેડી વાન્સ રીપબ્લિકન નેશનલ કમિટીની એક રેલીમાં, સેનેટર ડેન સુલિવાનના સમર્થનમાં ભાષણ આપવાના હતા. સુલિવાન બીજી વખત સેનેટ સભ્ય માટેની ચૂંટણી લડી રહ્યા છે.