World

માનવીમાં ખતરનાક સ્ક્રૂવર્મ વાઈરસ મળ્યો, અમેરિકાના મેરિલેન્ડમાં મળી આવ્યો દર્દી

By GS TEAM
25 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકામાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મ વાઈરસનો પહેલો કેસ નોંધાયો છે. આ અંગે યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે રવિવારે માહિતી આપી હતી. આ સમાચાર સામે આવતાની સાથે જ પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવીમાં ખતરનાક સ્ક્રૂવર્મ વાઈરસ મળ્યો, અમેરિકાના મેરિલેન્ડમાં મળી આવ્યો દર્દી

Screwworm Virus: અમેરિકામાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મ વાઈરસનો પહેલો કેસ નોંધાયો છે. આ અંગે યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે રવિવારે માહિતી આપી હતી. આ સમાચાર સામે આવતાની સાથે જ પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. 

HHS ના પ્રવક્તા એન્ડ્રયૂ જી. નિક્સનએ જણાવ્યું કે, આ કેસની તપાસ મેરીલેન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવી હતી, અને 4 ઓગસ્ટના રોજ CDC દ્વારા તેની ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મ તરીકે પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ કેસ એક એવા વ્યક્તિ સાથે સબંધિત છે જે અલ સાલ્વાડોરની યાત્રાથી પરત ફર્યો હતો.

આ પહેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત અઠવાડિયે બીફ ઉદ્યોગના સૂત્રોએ દાવો કર્યો હતો કે CDCએ મેરીલેન્ડમાં ગ્વાટેમાલાથી યુએસ પરત ફરેલા એક વ્યક્તિમાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મના કેસની પુષ્ટિ કરી હતી.

પશુપાલકોમાં વધી ચિંતા

આ સમાચારથી પશુપાલકો, માંસ ઉત્પાદકો અને વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે સ્ક્રૂવર્મ સેન્ટ્રલ અમેરિકા અને દક્ષિણ મેક્સિકોથી ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. વહીવટીતંત્ર આ અંગે સતર્ક છે.

યુએસડીએએ અનુમાન લગાવ્યું છે કે સ્ક્રૂવર્મના પ્રકોપથી ટેક્સાસમાં 1.8 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. આ નુકસાનમાં પ્રાણીઓના મૃત્યુ, મજૂરી ખર્ચ અને દવાઓનો ખર્ચ સામેલ હશે. આ ખતરાનો સામનો કરવા માટે, યુએસડીએ સેક્રેટરી બ્રુક રોલિન્સે ટેક્સાસમાં 'સ્ટરાઈલ ફ્લાઈ ફેસલિટી' બનાવવાની યોજનાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત સાઉથ ડકોટાના રાજ્ય પશુચિકિત્સક બેથ થોમ્પસને જણાવ્યું કે, તેમને આ કેસ વિશે એક વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું જે તેને સીધી રીતે જાણતો હતો. તેમણે કહ્યું કે, સીડીસીએ સવાલો ટાળવા જવાબદારી મેરીલેન્ડ પર નાખી દીધી. તેમણે કહ્યું કે, અમને અન્ય સ્ત્રોતો દ્વારા આ વાત જાણવા મળી અને પછી અમારે સીડીસીને પૂછવું પડ્યું કે, ખરેખર શું થઈ રહ્યું છે. મુસાફરમાં શું મળ્યું તેની પુષ્ટિ કરવા માટે તેમણે ફરી રાજ્ય પર ઠીકરું ફોડી દીધું. 

બીજી તરફ અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, સીડીસી સાથેના કોલ દરમિયાન રાજ્યના પશુચિકિત્સકોને મેરીલેન્ડમાં માનવ કેસ વિશે જાણ કરવામાં આવી હતી. બાદમાં  મેરીલેન્ડ રાજ્ય સરકારના એક અધિકારીએ પણ આ કેસની પુષ્ટિ કરી હતી. જો કે, મેરીલેન્ડ આરોગ્ય વિભાગના પ્રવક્તાએ આ બાબતે કોઈ ટિપ્પણી નથી કરી.

બીફ એલાયન્સે લખ્યો પત્ર

બીફ એલાયન્સના એક્ઝિક્યુટિવે પોતાના એક ઈમેઇલમાં જણાવ્યું હતું કે, દર્દીની ગોપનીયતાને કારણે કેસ વિશે અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ દર્દીની સારવાર કરવામાં આવી છે.

ટેક્સાસ A&M યુનિવર્સિટીના એક પશુધન અર્થશાસ્ત્રીને મેક્સિકન પશુઓ માટે સરહદ બંધ કરવાની ઉદ્યોગ પર થતી અસરો પર રોલિન્સ માટે એક અહેવાલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે નવેમ્બરથી સ્ક્રૂવર્મના આગમનને રોકવા માટે લાગુ છે. સીડીસીએને આ પોઝિટિવ કેસની સૂચના મેરીલેન્ડના આરોગ્ય અધિકારીઓ અને મેરીલેન્ડ રાજ્યના પશુચિકિત્સકને આપવાની હતી, અને અન્ય કૃષિ હિસ્સેદારોને પણ જાણ કરવામાં આવી હતી.

બીફ ઉદ્યોગના એક્ઝિક્યુટિવે લખ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે, જાગૃતિ હાલમાં માત્ર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને રાજ્યના પશુચિકિત્સકો સુધી મર્યાદિત છે, તેથી પોઝિટિવ કેસ લીક ​​થવાની સંભાવના ઓછી છે, જેનાથી બજાર પર ઓછી અસર થશે. 

આ પણ વાંચો: PM-CMને હટાવવાના બિલ મુદ્દે વિપક્ષને ફરી ઝટકો, તૃણમૂલ-સપા બાદ ઉદ્ધવનો પણ જેપીસીને ટેકો નહીં

શું હોય છે સ્ક્રૂવર્મ? 

સ્ક્રૂવર્મ એ પરોપજીવી માખીઓ છે જેની માદા કોઈપણ ગરમ લોહીવાળા પ્રાણીના ઘા પર ઈંડા મૂકે છે. ઈંડામાંથી લાર્વા બહાર નીકળ્યા પછી, તેઓ સેંકડોની સંખ્યામાં જીવંત માંસ ખાવાનું શરૂ કરી દે છે, જો સારવાર ન કરવામાં આવે તો પ્રાણીનું મૃત્યુ થઈ જાય છે. આ કૃમિઓ તેમની ખોરાક ખાવાની રીતને કારણે આ નામ આપવામાં આવ્યું છે. તેની સારવાર સેંકડો લાર્વા હટાવીને અને ઘા સાફ કરીને કરવામાં આવે છે.