America Russia Clash: મધદરિયે અમેરિકાએ રશિયાના ઓઈલ ટેન્કર પર કબજો કરતાં હતા બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે. તેવામાં અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકન નાગરિકોને 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. જેમાં રશિયા, યુક્રેન, લિબિયા અને ઈરાન, ઈરાક જેવા દેશોનો સમાવેશ થયા છે. જો કે તેમાં ભારત-પાકિસ્તાન-ચીનનું નામ નથી.
લેવલ 4નો મતલબ કોઈપણ કારણોસર મુસાફરી ટાળો
US ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન કોન્સ્યુલરે ગુરુવારે (8 જાન્યુઆરી, 2026)ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લેવલ 1 થી 4માં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી કહ્યું છે કે, 'લેવલ 4 નો અર્થ એ છે કે ત્યાં મુસાફરી ન કરો, અમે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને આ નિર્ણય લીધો છે, આ સ્થાનો ખતરનાક છે. કોઈપણ કારણોસર ત્યાં મુસાફરી ટાળો'
કયા કયા 21 દેશોમાં અમેરિકા પ્રવાસ ન કરવાની આપી સલાહ?
-અફઘાનિસ્તાન
-બેલારુસ
-બુર્કિના ફાસો
-બર્મા
-સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR)
-હૈતી
-ઈરાન
-ઇરાક
-લેબનોન
-લિબિયા
-માલી
-નાઇઝર
-ઉત્તર કોરિયા
-રશિયા
-સોમાલિયા
-દક્ષિણ સુડાન
-સુડાન
-સીરિયા
-યુક્રેન
-વેનેઝુએલા
-યમન
પરમાણુ ધમકી બાદ ટ્રમ્પ સરકારનો નિર્ણય
મહત્વનું છે કે રશિયન નેતાની પરમાણુ ધમકી બાદ ટ્રમ્પ સરકારે આ નિર્ણય લીધો છે. અમેરિકાની સેનાએ એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઝંડાવાળા ટેન્કર 'મરીનેરા'ને જપ્ત કર્યું છે. જેના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. રશિયાએ અમેરિકાની કાર્યવાહીને સમૃદ્રમાં લૂંટ ગણાવી હતી. જ્યારે રશિયાના સંરક્ષણ રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ એલેક્સી ઝુરાવલેવે અમેરિકાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: Explainer : કાટ લાગેલા જહાજ માટે કેમ સામસામે વિશ્વના 2 સુપરપાવર દેશો?


