સ્કાય ડાઈવિંગ માટે લઈ જતું વિમાન તૂટી પડ્યું, ન્યૂજર્સી એરપોર્ટ પર ટેકઓફ સમયે સર્જાઈ દુર્ઘટના
Image Source: Twitter
New Jersey Skydiving Plane Crash: ન્યૂજર્સીમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાસ્તવમાં ટેકઓફ દરમિયાન એક સ્કાય ડાઈવિંગ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યુ છે, જેમાં 15 લોકો સવાર હતા. આ દુર્ઘટના બુધવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ ઘટી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:30 વાગ્યે ક્રીઝ એરપોર્ટ પર સેસના 208 બી વિમાન એરપોર્ટ પર ટેકઓફ કરી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ જાણકારી આપી છે.
પાંચ લોકો થયા ઘાયલ
FAAના જણાવ્યા પ્રમાણે ક્રેશ થયેલા વિમાનનો ઉપયોગ સ્કાય ડાઈવિંગ માટે કરવામાં આવી રહ્યો હતો અને ક્રેશ સમયે તેમાં 15 લોકો સવાર હતા. ગ્લુસેસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટે આ ઘટનાને એક મોટી ઘટના ગણાવી છે.
આ પણ વાંચો: અમેરિકા પાસે હથિયારો ખૂટ્યાં? યુક્રેન-ઈઝરાયલ જેવા યુદ્ધગ્રસ્ત દેશોને સપ્લાય અટકાવ્યો
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ ઘાયલ વ્યક્તિઓને કેમડેનના કૂપર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બીજી તરફ આ દુર્ઘટનાન કારણોની તપાસ કરવામાં આવી રહી છે.