World

યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી શાંતિની પહેલ? ટ્રમ્પે મૂકી 5 શરતો તો ઈરાને પણ 3 માગણીઓ કર્યાની ચર્ચા

By GS TEAM
23 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ વાટાઘાટો કરી શકે છે. જોકે, આ યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પે ઈરાન સામે અનેક શરતો મૂકી છે, જેનું પાલન કરવું ઈરાન માટે અનિવાર્ય રહેશે. બીજી તરફ ઈરાને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરતા, આ યુદ્ધમાં જે આર્થિક અને અન્ય નુકસાન થયું છે, તેની ભરપાઈની માગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી શાંતિની પહેલ? ટ્રમ્પે મૂકી 5 શરતો તો ઈરાને પણ 3 માગણીઓ કર્યાની ચર્ચા

America-Iran War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ વાટાઘાટો કરી શકે છે. જોકે, આ યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પે ઈરાન સામે અનેક શરતો મૂકી છે, જેનું પાલન કરવું ઈરાન માટે અનિવાર્ય રહેશે. બીજી તરફ ઈરાને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરતા, આ યુદ્ધમાં જે આર્થિક અને અન્ય નુકસાન થયું છે, તેની ભરપાઈની માગ કરી છે.

એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ સરકારે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો અંગે આંતરિક ચર્ચા શરૂ કરી દીધી છે. આ શાંતિ પહેલ યોજનાનું નેતૃત્વ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકૉફ કરી રહ્યા છે.

આ દેશો મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સીધી વાતચીત નથી થઈ, પરંતુ ઈજિપ્ત, કતાર અને બ્રિટન સક્રિય રીતે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વચ્ચે આ લડાઈ બીજા બે થી ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.

ઈરાનની માગ

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈરાન વાટાઘાટો માટે તૈયાર તો છે, પરંતુ તેણે યુદ્ધ સમાપ્ત કરવા માટે તેણે કડક શરતો મૂકી છે. ઈરાને યુદ્ધવિરામ લાગુ કરવા અને ભવિષ્યમાં કોઈ હુમલા ન કરવાની ગેરંટીની માગ કરી છે. ઈરાને યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતરની પણ શરત રાખી છે.

સીઝફાયર માટે અમેરિકાની આકરી શરતો

બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ મિસાઈલ કાર્યક્રમ ન કરે. અમેરિકાની એ પણ શરત છે કે, ઈરાન યુરેનિયમ સંવર્ધન ઝીરો કરી દે અને પોતાના મુખ્ય પરમાણુ કેન્દ્રો સંપૂર્ણપણે બંધ કરી દે. આ ઉપરાંત અમેરિકાએ માંગ કરી છે કે ઈરાન પોતાની ક્ષેત્રીય મિસાઈલોને મર્યાદિત કરે અને હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા જૂથોને ટેકો આપવાનું બંધ કરે.

આ પણ વાંચો: LIVE: યુદ્ધ વચ્ચે ઈરાનને અલ્ટીમેટમ આપ્યા બાદ ટ્રમ્પે ફરી કહ્યું - તાકાત વડે જ શાંતિ સ્થપાશે

જોકે, ઈરાન પહેલાથી જ અમેરિકાની આ ઘણી માગણીઓને નકારી ચૂક્યું છે. ટ્રમ્પ હાલમાં યુદ્ધવિરામ માટે તૈયાર નથી અને તેમણે વળતરની માગને 'નૉન-સ્ટાર્ટર' જણાવી છે. જોકે, અમેરિકા વળતર આપવાના બદલે ઈરાનની ફ્રીઝ સંપત્તિઓ પરથી પ્રતિબંધ હટાવી તેને પરત કરવા અંગે વિચાર કરી રહ્યું છે.

શાંતિ વાટાઘાટો માટે અનેક પડકાર

જોકે, શાંતિ વાટાઘાટો માટે સૌથી મોટો પડકાર એ છે કે ઈરાનમાં નિર્ણય લેવાની શક્તિ કોની પાસે છે તે હજુ સ્પષ્ટ નથી. મધ્યસ્થી માટે સૌથી અસરકારક દેશ નક્કી કરવાનો બાકી છે. અમેરિકા મધ્યસ્થી તરીકે કતારને પસંદ કરી રહ્યું છે, પરંતુ વાટાઘાટો હજુ  તેના પ્રારંભિક તબક્કામાં છે. યુદ્ધ હજું ચાલુ છે, પરંતુ રાજદ્વારી માટેનો પાયો નાખવાની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકા અને ઈરાનના વલણ વચ્ચે મોટું અંતર છે. શાંતિ વાટાઘાટો શક્ય હોઈ શકે છે, પરંતુ તે ઘણી દૂર લાગે છે.