America Greenland Issue: હાલ ગ્રીનલૅન્ડનો મુદ્દો દુનિયાભર ચર્ચાઈ રહ્યો છે. અમેરિકાનો એવો દાવો છે કે રશિયા અને ચીન ગ્રીનલૅન્ડ પર પ્રભાવ વધારી રહ્યા છે અને આગળ જતાં કબજો કરી લેશે જેથી અમેરિકાની સુરક્ષાને ખતરો ઊભો થશે. અમેરિકા ગમે તે ભોગે કાવાદાવા કરી ગ્રીનલૅન્ડને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે જેથી પોતાના હિત સાધી શકાય, તેવામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ કહ્યું છે કે રશિયા ગ્રીનલૅન્ડ આસપાસ જટિલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રશિયા ગ્રીનલૅન્ડ મુદ્દે કોઈ પણ જાતના હસ્તક્ષેપ કરવાનો ઇરાદો ધરાવતું નથી. આ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે ગ્રીનલૅન્ડ, ડેનમાર્કનો હિસ્સો નથી.
'નાટો ગઠબંધન નિર્ણય લે'
મહત્ત્વનું છે કે ગ્રીનલૅન્ડએ ડેનમાર્કનું સ્વાયત ક્ષેત્ર છે, હાલ ટ્રમ્પ દ્વારા અપાયેલા નિવેદનો બાદ માહોલ તણાવપૂર્ણ બન્યો છે. બીજી તરફ નાટો દેશ પણ ગ્રીનલૅન્ડની પડખે ઊભા છે. તેવા સ્થિતિ આવનાર સમયમાં વધુ વિકટ બને તેવો અંદેશો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ ગ્રીનલૅન્ડ મુદ્દે ખુલીને વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે નાટો ગઠબંધને અંદરો અંદર ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
ગ્રીનલૅન્ડ પર કબજાની કોઈ યોજના નથી
ટ્રમ્પના દાવાઓ વચ્ચે રશિયાના વિદેશ મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે અમેરિકા પણ જાણે છે કે રશિયાનો ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની કોઈ પણ યોજના નથી, અમે ફક્ત ગ્રીનલૅન્ડ આસપાસ જટિલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, રશિયા અને ચીન દ્વારા ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની યોજનાઓની કોઈ પુષ્ટિ નથી
આ પણ વાંચો: 4000 લોકોની હત્યા, 26000થી વધુની અટકાયત, ઈરાનમાં દેખાવોને કચડી નાખવા ક્રૂર કાર્યવાહી?
'ગ્રીનલૅન્ડ ડેનમાર્કનો પ્રાકૃતિક હિસ્સો નથી': રશિયા
તેમણે વધુમાં કહ્યું કે, ડેનમાર્કના પૂર્વ વસાહતી વિસ્તારોમાં સમસ્યા હવે વધુ ગંભીર બની ગઈ છે. ગ્રીનલૅન્ડ ડેનમાર્કનો પ્રાકૃતિક હિસ્સો નથી, NATO પડકારોનો સામનો કરી રહ્યું છે. રશિયાને ગ્રીનલૅન્ડ મુદ્દે દખલગીરી કરવામાં કોઈ રસ નથી, લાવરોવે છેલ્લે ટાંક્યું કે રશિયા બાલ્કન પર અમેરિકા સાથે સંપર્ક માટે તૈયાર છે.


