World

એક્ટર્સની જગ્યાએ એઆઈ : ચીનમાં 'ડિજિટલ ડબલ'નો દબદબો વધ્યો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
ચીનના મનોરંજન ઉદ્યોગમાં AI ક્રાંતિ લાવી રહ્યું છે. બેઇજિંગમાં હવે શોર્ટ-ડ્રામા અને સોશિયલ મીડિયા પર AI-જનરેટેડ ડિજિટલ ડબલ એક્ટર્સની જગ્યા લઈ રહ્યા છે. પ્રોડક્શન હાઉસ ખર્ચ ઘટાડવા વાસ્તવિક કલાકારોને બદલે નેક્સ્ટ-જનરેશન AI ટૂલ્સ અપનાવી રહ્યા છે. ડોયિન પર ટોપ 100 એનિમેટેડ શોર્ટ સીરિઝમાંથી 89 AI દ્વારા તૈયાર કરાઈ હતી. આનાથી હજારો કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્ટર્સની જગ્યાએ એઆઈ : ચીનમાં  'ડિજિટલ ડબલ'નો દબદબો વધ્યો

બેઈજિંગ : ચાઇનીઝ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૌથી મોટો ક્રાંતિકારી ફેરફાર લાવી રહ્યું છે. ચીનના શોર્ટ-ડ્રામા અને સોશિયલ મીડિયામાં હવે એકટર્સની જગ્યા એઆઈ દ્વારા જનરેટ કરાયેલા ડિજિટલ ડબલ લઈ રહ્યા છે. પ્રોડક્શન હાઉસ પ્રોડક્શનનો ખર્ચ ઘટાડવા અને સ્પીડમાં વીડિયો કન્ટેન્ટ તૈયાર કરવા માટે વાસ્તવિક એક્ટર્સને બદલે નેક્સ્ટ-જનરેશન વીડિયો એઆઈ ટૂલ્સ અપનાવી રહ્યા છે.
ચીનના લોકપ્રિય શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ ડોયિન પર મે મહિનામાં ટ્રેન્ડ થતી ટોપ ૧૦૦ એનિમેટેડ શોર્ટ સીરિઝમાંથી ૮૯ સીરિઝ સંપૂર્ણપણે એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ આંકડો દર્શાવે છે કે એલ્ગોરિધમિક કન્ટેન્ટમાં એઆઈએ કેવી રીતે સ્થાન બનાવ્યું છે. રિપોર્ટ મુજબ, ઘણા કલાકારોને કામ પર રાખતી વખતે જ તેમના ચહેરાના હાવભાવ, અવાજની પીચ અને એક્ટિંગ સ્ટાઇલને એઆઈ સોફ્ટવેરમાં ડિસ્ટિલ (ડિજિટલ ક્રોપિંગ/ટ્રેનિંગ) કરવાની શરત રાખવામાં આવે છે.
એકવાર કોઈ એક્ટરના અવાજ અને ચહેરાનો એઆઈ ડેટા સિસ્ટમમાં સ્ટોર થઈ જાય, ત્યારબાદ તે કલાકારને નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવે છે. આગળના એપિસોડ્સ કે નવી સીરિઝમાં કોઈપણ વધારાના માનવ ખર્ચ વગર તે કલાકારના 'ડિજિટલ ડબલ' પાસે જ એક્ટિંગ કરાવવામાં આવે છે. જાણકારોના મતે, આ ફેરફારને કારણે ભવિષ્યમાં જેકી ચેન, બુ્રસ લી, જેટ લી જેવા કલાકારોની નવી એઆઈ ફિલ્મો જોવા મળી શકે છે.

  • માઈક્રો ડ્રામામાં છૈં કેરેકટર્સથી કમાણી
    ચીનમાં માઈક્રો ડ્રામા સિરીઝનો ટ્રેન્ડ વધ્યો છે. ૧ થી ૨ મિનિટના નાના એપિસોડ ધરાવતી અને કુલ ૮૦ થી ૧૦૦ એપિસોડની આવી સીરિઝ મોબાઇલમાં ખૂબ જોવાય છે. ટેક પ્લેટફોર્મ્સ અને સોફ્ટવેર ડેવલપર્સ માટે આ ટેકનોલોજીથી અધધ કમાણી થઈ રહી છે, પરંતુ બીજી તરફ હજારો એક્ટર્સ, વાઇસ આર્ટિસ્ટ્સ અને ક્ મેમ્બર્સ રાતોરાત બેરોજગાર થઈ રહ્યા છે.
    માઈક્રો ડ્રામા સિવાય સૌશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એઆઈનો ઉપયોગ વધ્યો છે. ઈન્ફ્લુએન્સર્સની જગ્યા એઆઈ ટૂલ્સ દ્વારા તૈયાર કરાયેલ કેરેક્ટર્સ લઈ રહ્યા છે.