AI સજ્જ હેકર્સે 600 મિલિયન ડૉલર્સની લૂંટ ચલાવતા ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ, રોકાણકારો ચિંતિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Crypto Market News: એઆઈથી સજ્જ હેકર્સના વધતા ખતરા વચ્ચે 130 અબજ ડોલરના ક્રિપ્ટો સેક્ટરમાં ચિંતા ઊભી થઈ છે. હેકરોએ એપ્રિલ મહિનામાં બે મોટા હુમલામાં 600 મિલિયન ડોલરની ચોરી કરી હતી. આ હુમલા બાદ એક મોટા પ્લેટફોર્મમાંથી રોકાણકારોએ બે દિવસમાં જ લગભગ 9 અબજ ડોલરની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે, અન્ય એક કંપનીને ભારે આર્થિક ફટકો પડયો હતો.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં હુમલાખોરોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટારગેટ પસંદ કરીને હુમલાની પદ્ધતિ તૈયાર કરી હતી. બ્લોકચેન ફોરેન્સિક કંપની ટીઆરએમ લેબ્સનું માનવું છે કે આ હુમલાઓ પાછળ ઉત્તર કોરિયાના હેકર જૂથો હોઈ શકે છે. એઆઈને કારણે હવે સામાન્ય હેકરો પણ 'એલિટ હેકર' જેવી ક્ષમતા મેળવી શકે છે.
પહેલાં સાયબર હુમલા માટે ઊંડું ટેકનિકલ જ્ઞાાન જરૂરી હતું. પરંતુ, હવે એઆઈ ટૂલ્સના સબ્સ્ક્રિપ્શનથી સાયબર ઠગો જટિલ હુમલા કરી રહ્યાં છે. ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ સેક્ટર કે જ્યાં લોકો ઓટોમેટેડ બ્લોકચેન પ્લેટફોર્મ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં વેપાર, લોન અને રોકાણ કરે છે ત્યાં ગંભીર જોખમ જોવા ઊભું થયું છે. એપ્રિલ મહિનામાં ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ સેક્ટર પર રેકોર્ડ સાયબર હુમલા થયા હતા. એઆઈ આધારિત હેકિંગ હવે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલનો ખતરો બની રહ્યું છે. ગૂગલ સહિતની ટેક કંપનીઓએ પણ નોંધ્યું છે કે અદ્યતન એઆઈ મોડેલ્સનો ઉપયોગ સોફ્ટવેરની ખામીઓ શોધવા અને વધુ અસરકારક સાયબર હુમલાઓ માટે થઈ રહ્યો છે.









