Get The App

AIની કમાલ! યુવકે હોસ્પિટલના બિલમાં ખામીઓ પકડી, 1.6 કરોડથી ઘટીને 27 લાખ થઈ ગયું

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
AIની કમાલ! યુવકે હોસ્પિટલના બિલમાં ખામીઓ પકડી, 1.6 કરોડથી ઘટીને 27 લાખ થઈ ગયું 1 - image

AI Detects Major Hospital Billing: AI એ ફરી એકવાર કમાલ કરી દીધી છે. આ વખતે અમેરિકાના એક શખસે હોસ્પિટલનું બિલ ઘટાડીને અડધાથી પણ ઓછું કરી દીધું હતું. હકીકતમાં, આ કેસ અમેરિકાની એક હોસ્પિટલનો છે. ત્યાં એક શખસનું હાર્ટ એટેક આવે છે અને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવે છે. સારવારનું બિલ લગભગ 1.6 કરોડ રૂપિયાનું થાય છે. પરંતુ, બાદમાં દર્દીનું મોત થઈ જાય છે.

આ પણ વાંચોઃ 8 મહિનાની વયે જ ઈંગ્લેન્ડના રાજા બની ગયા હતા, પછી એવું તો શું થયું કે બન્યો ઈંગ્લેન્ડનો સૌથી બદનસીબ યુવક

AIથી બિલમાં કર્યો સુધારો

હોસ્પિટલે આ બિલ તેના પરિવારને આપ્યું. ત્યાર બાદ જ્યારે પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું તો તેમણે પહેલાં બિલ ચેક કર્યું, જેના માટે AIની મદદ લીધી હતી. યુઝરે સોશિયલ પ્લેટફોર્મ થ્રેડ્સ પર જણાવ્યું કે, તેણે હોસ્પિટલનું બિલ એનલાઇઝ કરવા માટે Anthropic ના AI ChatBot Claudeની મદદ લીધી હતી. AI ચેટબોટે જ્યારે આખા બિલનું રિવ્યૂ કર્યું તો જોયું કે, બિલિંગમાં અનેક વસ્તુઓેને બે વાર એડ કરવામાં આવી હતી. પહેલાં હોસ્પિટલનું બિલ 1,95,000 ડૉલર (આશરે 1.6 કરોડ રૂપિયા) હતું. જે બાદમાં 33 હજાર અમેરિક ડૉલર (આશરે 27 લાખ રૂપિયા) થઈ ગયું હતું. 

આ પણ વાંચોઃ મમદાનીના વિજયી ભાષણ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - 'જો વોશિંગ્ટનને માન નહીં આપો તો..'

હોસ્પિટલે કર્યો સુધારો

નોંધનીય છે કે, AI ચેટબોટે ખોટા બિલિંગ કોડિંગને પણ ડિટેક્ટ કર્યું હતું. આ સાથે જ AIએ જણાવ્યું કે, હોસ્પિટલે મેડિકલ બિલિંગ નૉર્મ્સને પણ તોડ્યા છે. ત્યાર બાદ શખસે AI ટૂલનો ઉપયોગ કરીને લેટર લખીને હોસ્પિટલને મોકલ્યો. યુઝરે તુરંત હોસ્પિટલને બિલ ઠીક કરવા કહ્યું, નહીંતર કોર્ટમાં જવાની ધમકી આપી. ત્યારબાદ હોસ્પિટલે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને બિલમાં સુધારો કર્યો. બાદમાં આ 1.6 કરોડનું બિલ ફક્ત 27 લાખ રૂપિયા થઈ ગયું હતું.