Get The App

અમેરિકા વિરૂધ્ધ રશિયા અને ચીન-વેનેઝૂએલા આધુનિક યુગનું 'કુરૂક્ષેત્ર' બની રહેવાની ભીતિ

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા વિરૂધ્ધ રશિયા અને ચીન-વેનેઝૂએલા આધુનિક યુગનું 'કુરૂક્ષેત્ર' બની રહેવાની ભીતિ 1 - image

- મૂળ મુદ્દો માદુરેના ડાબેરી વલણનો છે : નિરીક્ષકો

- ટ્રમ્પે કહ્યું : નિકોલસ માદુરો સત્તા છોડશે તો તે સ્માર્ટ પગલુ બનશે : માદુરોએ કહ્યું : ટ્રમ્પ અમેરિકા પર ધ્યાન આપે, તે તેમને માટે સ્માર્ટ પગલું હશે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, કેરેબિયન અને સ્પર્શીને રહેલા દક્ષિણ અમેરિકા ખંડના દેશ વેનેઝૂએલાની પાછળ પડી ગયા છે. વિવાદ એટલો વધી ગયો છે કે, તે અતિ ગંભીર રૂપ પણ લઈ શકે તેમ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ તો ટ્રમ્પે ડ્રગ તસ્કરી અંગે વેનેઝૂએલા સામે મોરચો ખોલ્યો છે. પરંતુ હવે તે વિવાદમાં રશિયા અને ચીન પણ કુદી પડવા સંભવ છે. આથી નિરીક્ષકો ભીતિ દર્શાવે છે કે, આમાંથી મોટો સંઘર્ષ ઉપસ્થિત થવા સંભવ છે.

ટ્રમ્પે કહ્યું કે, વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરો સ્વયમેવ સત્તા છોડી દે તો તે એક સ્માર્ટ પગલું ગણાશે, તો માદુરોએ કહ્યું : ટ્રમ્પ વેનેઝૂએલાને બદલે અમેરિકા પર ધ્યાન આપે, તે તેમને માટે સ્માર્ટ પગલું બની રહેશે.

તે સર્વવિદિત છે કે, વેનેઝૂએલાની આર્થિક જીવાદોરી સમાન તેના ઓઈલ ટેન્કરોના આવવા-જવા ઉપર ટ્રમ્પે સખત નાકાબંધી કરી છે. પોતાના ફલોરિડા સ્થિત નિવાસસ્થાનેથી ટ્રમ્પે વેનેઝૂએલાના તમામ ટેન્કરો માટે નાકાબંધી કરવા અમેરિકી નૌકાદળને હુકમ આપ્યો છે.

હવે આ વિવાદમાં રશિયા અને ચીન કૂદી પડયાં છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગઈ લાવારોવ અને વેનેઝૂએલાના વિદેશ મંત્રી યોહાન ગિબ વચ્ચે ફોન પર લંબાણ વાત થઈ હતી તે કોલ-અંગે રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'મંત્રીઓએ કેરેબિયન સમુદ્રમાં વોશિગ્ટનની વધતી જતી ગતિવિધિઓ ચિંતાજનક છે. તેનાં ગંભીર પરિણામ આવી શકે તેમ છે અને આંતરરાષ્ટ્રીય શીપિંગ માટે પણ અમેરિકાની આ ગતિવિધિ ભયરૂપ છે.

ચીને પણ સોમવારે આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં વેનેઝૂએલાનું ઓઇલ ટેન્કર જપ્ત કરવાની અમેરિકી સેનાઓની મનમાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાનૂનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા બિન ઝિયોને અમેરિકી કોસ્ટ ગાર્ડઝ દ્વારા વેનેઝૂએલામા ઓઇલ ટેન્કર ઉપર જમાવેલો કબજો આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન છે.

નિરીક્ષકો કહે છે કે, ડ્રગ-તસ્કરી એક બહાનુ છે. મુળ મુદ્દો માદુરોના ડાબેરી વલણનો છે.