Get The App

યુક્રેનના ડ્રોન ઍટેક બાદ ટ્રમ્પે પુતિનને કર્યો ફોન, સામે એવો જવાબ મળ્યો કે દુનિયાભરનું ટેન્શન વધ્યું

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
યુક્રેનના ડ્રોન ઍટેક બાદ ટ્રમ્પે પુતિનને કર્યો ફોન, સામે એવો જવાબ મળ્યો કે દુનિયાભરનું ટેન્શન વધ્યું 1 - image


Russia-Ukraine War: યુક્રેને રશિયા પર જ્યારથી સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે, ત્યારબાદથી ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ વધારે વિસ્ફોટક બની ચુક્યોછે. હવે આ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ફોન લગાવ્યો હતો. આ ફોનકૉલ પર જે વાત થઈ, તેનાથી મોટા સંકેત સામે આવ્યા છે. પુતિને સ્પષ્ટ કરી દીધું કે, યુક્રેન પર એટેક થશે, ડ્રોન હુમલાનો બદલો લેવામાં આવશે. 

ટ્રમ્પે શું જાણકારી આપી? 

રશિયાના પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, વાતચીત સારી રહી, પરંતુ આ વાતચીત એવી નહતી જેનાથી શાંતિનો રસ્તો નીકળે. પુતિન તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે, યુક્રેનના હુમલાનો જવાબ આપવામાં આવશે. પુતિન જવાબી કાર્યવાહી માટે ખૂબ અડગ છે અને તે આનાથી પીછેહઠ નહીં કરે.'

આ પણ વાંચોઃ ગ્રેટા થનબર્ગ ફરી એકવાર ચર્ચામાં, ગાઝામાં નરસંહાર વચ્ચે ઈઝરાયલ માટે માથાનો દુઃખાવો બની

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઈરાનની ન્યૂક્લિયર ડીલને લઈને પણ ચર્ચા થઈ છે. આ વિશે ટ્રમ્પે લખ્યું કે, પુતિન પણ આ વિશે વાતચીતમાં ભાગ લેશે અને કદાચ ઈરાન સાથે કોઈ નિષ્કર્ષ પણ નીકળી શકે છે. આ કરારને લઈને ઈરાન હજુ ધીમું છે.  પરંતુ, અમને જલ્દી અને ઓછા સમયમાં એક યોગ્ય જવાબ જોઈએ છે.'

યુદ્ધવિરામ વિશે થઈ વાતચીત

નોંધનીય છે કે, ટ્રમ્પ અને પુતિન વચ્ચે ગત મહિને 19 મેના દિવસે પણ વાત કરી હતી, તે સમયે પણ યુદ્ધવિરામને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ, બાદમાં યુક્રેન દ્વારા કરાયેલા હુમલા બાદ બધું બદલાઈ ગયું અને વાતચીતનો રસ્તો પણ બંધ થઈ ગયો. 

આ પણ વાંચોઃ હવે ઈલોન મસ્ક ટ્રમ્પના ખુલ્લેઆમ વિરોધમાં! લોકોને કહ્યું- સાંસદોને ફોન કરી કહો 'KILL the BILL'

યુક્રેને કેવી રીતે કર્યો હુમલો? 

મળતી માહિતી મુજબ, યુક્રેને આ ડ્રોન હુમલો ખૂબ ચાલાકીથી કર્યો હતો. તૈયારી દોઢ વર્ષ પહેલાથી જ શરૂ કરવામાં આવી હતી અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ખુદ તેના પર નજર રાખી રહ્યા હતા. યુક્રેને આ હુમલાને અંજામ આપવા માટે સૌથી પહેલા પોતાના ડ્રોન્સને કન્ટેનરોમાં છુપાઈને રાખ્યા અને બાદમાં એક ટ્રક દ્વારા રશિયન સરહદમાં દાખલ કરી દીધા. ત્યારબાદ એ જ ટ્રકથી એક-એક કરીને FPV (First Person View) ડ્રોને ઉડાન ભરી અને રશિયાના અનેક એરબેસને નિશાનો બનાવવામાં આવ્યા.

Tags :