FOLLOW US

પાકિસ્તાનમાં કોરોના બાદ હિંદુ સમુદાયની મહિલાઓની હાલત અત્યંત દયનીય

Updated: Nov 24th, 2022


- કેટલાકે છેડતીના ડરે દીકરીઓને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું

- પોલીસના જવાનો તપાસના બહાને મુઠ્ઠો ભરીને સુકોમેવો લઈ જાય છે

કરાચી : પાકિસ્તાનમાં વસતા અલ્પસંખ્યક હિંદુ સમુદાયની હાલત કફોડી છે. તેઓ પોતાની જીવનમાં અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. તેમાં પણ લઘુમતી સમુદાયની મહિલાઓની પરિસ્થિત અત્યંત દયનીય છે. કોરોના મહામારી બાદ અહીં પોતાની આજીવિકા માટે લારીમાં સામાન વેચતી હિંદુ મહિલાઓએ પોતાને પડતી હાડમારીનું વર્ણન કર્યુ હતું. 

પાકિસ્તાનના સમૃદ્ધ ગણાતા એવા કરાચી શહેરના મધ્યમાં આવેલા એમ્પ્રેસ માકેટ બિલ્ડિંગની બહાર ફૂટપાથ પર સુકો મેવો વેચતી અનેક મહિલાઓએ પોતાની આપવીતિ જણાવી હતી. તેમણે જણાવ્યું કે, તેમને પાકિસ્તાન સરકારના અધિકારીઓ સિવાય અહીંના પશ્તુન વેપારીઓના ટોણાઓનો સામનો કરવો પડે છે. તેઓ તેમની જોડે અત્યંત ખરાબ વર્તન કરે છે. 

પોતાની આજીવિકા માટે રસ્તા પર સુકોમેવો વેચતી બીજી મહિલાએ પોતાની આપવીતિ જણાવતાં કહ્યું કે, કોરોના પછી તેમની હાલત કફોડી થઈ ગઈ છે. ખરાબ અર્થવ્યવસ્થા ઉપરાંત પોલીસકર્મીઓ દ્વારા થતી હેરાનગતીનો સામનો કરવો પડે છે. તેણે અહીંની પોલીસ વિશે વધુમાં જણાવ્યું કે, તેઓ તપાસના બહાને અવારનવાર મુઠ્ઠા ભરીને સુકામેવા લઈ જાય છે. 

૧૯૬૫ના યુદ્ધ બાદ ભારતથી પાકિસ્તાન આવેલી એક મહિલાએ જણાવ્યું કે, કોરોના વાયરસે તેમને ભિખારી બનાવી દીધા છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ નથી ઈચ્છતાં કે તેમની પુત્રી પણ રસ્તા પર સુકોમેવો વેચે. તેમની પુત્રી વિશે વધુમાં તેમણે જણાવ્યું કે, તેમની ૧૬ વર્ષની પુત્રીને સ્કુલે જતાં થતી છેડછાડથી બચાવવા માટે તેમણે તેને સ્કુલે મોકલવાનું બંધ કરી દીધું છે. 

Gujarat
English
Magazines