ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ માટે 50 નવા પ્રસ્તાવો, સરકાર કરી રહી છે સમીક્ષા
બેજિંગ, તા.7 જુલાઈ 2020, મંગળવાર
ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ ભારત સરકારની નજર ભારતમાં રોકાણ માટે આવેલા એ વિદેશી પ્રસ્તાવો પર છે જેમાં ચીનની કંપનીઓ સામેલ છે.સરકાર નવા નિયમો હેઠલ ચીનની કંપનીઓના રોકાણ માટેના પ્રસ્તાવોની સમીક્ષા કરી રહી છે.
એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કેન્દ્ર સરકારના એક સિનિયર ઓફિસરને ટાંકીને કહેવાયુ છે કે, રોકાણ માટેના પ્રસ્તાવો માટે સંખ્યાબંધ ક્લીયરન્સની જરુર હોય છે.જોકે ચીનની કંપનીઓના પ્રસ્તાવો પર હવે સરકાર વધારે સજાગ બની ગઈ છે.હાલમાં ભારત સરકાર પાસે ચીનની કંપનીઓના ભારતમાં રોકાણ કરવા માટેના 50 જેટલા પ્રસ્તાવો આવેલા છે.આ તમામની સરકાર નવી પોલિસી પ્રમાણે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે પાડોશી દેશોમાંથી થનારા તમામ પ્રકારના રોકાણો માટે નવા નિયમોની જાહેરાત કરેલી છે.ખાસ કરીને ભારતના પાડોશી દેશો પૈકી ચીનનુ રોકાણ ભારતમાં વધારે છે.નવા નિયમોની ચીન ટીકા કરીને તેને ભેદભાવપૂર્વકનુ વલણ બતાવી ચુક્ય છે.
ઘણાનુ માનવુ છે કે, ચીન તરફથી આવેલા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં વધારે સમય લાગી શકે છે.કારણકે સરકારી એજન્સીઓ આ તમામ કંપનીઓની જામકારી એકઠી કરી રહી છે અને કંપનીઓના પ્રતિનિધિઓ પાસેથી પણ ઘણા ખુલાસા માંગવામાં આવી રહ્યા છે.