Get The App

૭૧ વર્ષ પછી આકાશમાં 'મધર ઓફ ધ ડ્રેગન' નામનો એક વિસ્ફોટ ધૂમકેતુ દેખાશે

ઉત્તર ગોળાર્ધમાં ધૂમકેતુને ૨૧ એપ્રિલના રોજ સૌથી વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાશે.

૩૦ કિમી વ્યાસ ધરાવતો ધૂમકેતુ દક્ષિણ ગોેળાર્ધમાં જુન મહિનામાં દેખાશે

Updated: Apr 16th, 2024

GS TEAM

Google News
Google News
૭૧ વર્ષ પછી આકાશમાં 'મધર ઓફ ધ ડ્રેગન' નામનો એક વિસ્ફોટ ધૂમકેતુ દેખાશે 1 - image


ન્યૂયોર્ક,૧૬ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર 

ગત અમાસે પૂર્ણ સૂર્ય ગ્રહણનો નજારો અમેરિકામાં જોવા મળ્યો હતો, આ ખગોળીય ઘટનાના લાખો લોકો સાક્ષી બન્યા હતા.હવે 'મધર ઓફ ધ ડ્રેગન' નામનો એક વિસ્ફોટ ધૂમકેતુ ઉતર ગોળાર્ધમાં સાંજે રાત્રીનો અંધકાર થવાની સાથે જ દેખા દેશે.  આ ધૂમકેતુનું નામ ૧૨પી- પોંસ બુ્રકસ છે જેને શૈતાની ધૂમકેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધૂમકેતુ છેલ્લે ૧૯૫૪માં દેખાયો હતો જે ૭૧ વર્ષ પછી હવે દેખાઇ રહયો છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર સેન્ટર ફોર નિયર અર્થના  વ્યવસ્થાપક પોલ ચોડાસે જણાવ્યું હતું કે ધૂમકેતુ જેવો સૂર્યની નજીક આવશે કે વધુ ચમકવા લાગશે.

આ બ્રહ્નમાંડિય હેલસ્ટોન ૭૧ વર્ષે સૂર્યની એક પ્રદક્ષિણા ફરે છે. આ વિશેષ પ્રકારનો પિંડ એક ક્રાયોવોલ્કનો છે ફૂટતો રહે છે અને મોટા પ્રમાણમાં ગેસ અને બરફ જમા થાય છે. જમા થતો કોક કેનની જેમ સળગે છે.  એપ્રિલથી જુન મહિના સુધી પૃથ્વીની સૌથી વધુ નજીક હશે. આ ધૂમકેતુને ૨૧ એપ્રિલના રોજ સૌથી વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાશે. સૂર્યાસ્ત થયા પછી આકાશમાં ૧૫ ડિગ્રીએ જોઇ શકાશે. આ શેતાની ધૂમકેતુની શોધ ૧૮૧૨માં શોધવામાં આવ્યો હતો.મધર ઓફ ડ્રેગન જુન મહિનામાં દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીની સૌથી નજીક જોવા મળશે.

૭૧ વર્ષ પછી આકાશમાં 'મધર ઓફ ધ ડ્રેગન' નામનો એક વિસ્ફોટ ધૂમકેતુ દેખાશે 2 - image

આમ ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો માટે ધૂમકેતુ જોવા માટે એપ્રિલ જયારે દક્ષિણ ગોેળાર્ધ માટે જુન શ્રેષ્ઠ સમય રહેશે. સૌર મંડળની યાત્રા કરતા ધૂમકેતુનો વ્યાસ ૩૦ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ ધૂમકેતુને કોઇ પણ પ્રકારના અવકાશી ઉપકરણોની મદદ વિના નરી આંખે જોઇ શકાશે. ગરમીના કારણે ધૂમકેતુની અંદરનો બરફ ઠોસ ગેસમાં પરિવર્તિત થાય છે. ગેસ ધૂમકેતુની સપાટી પરથી ધૂળને પોતાની સાથે ખેંચીને બહાર કાઢે છે. આ એક મોટા વાદળ અને પુંછડી જેવા આકારનું નિર્માણ કરે છે જે સૌર હવા દ્વારા દૂર બહાર ધકેલે છે. આ ધૂમકેતુમાંથી સતત ન્યુકલિયર વિસ્ફોટ થતા રહે છે. 

Tags :