'હજુ તો સેકન્ડરી ટેરિફ ઝીંકવાનો બાકી છે...' 50% ટેરિફ લાદ્યા બાદ પણ ટ્રમ્પે ભારતનું ટેન્શન વધાર્યું
Image: IANS |
Donald Trump on Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય બીજા 'સેકન્ડરી સૈંક્શન' લગાવવાનો સંકેત આપ્યો છે. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય સમય મુજબ, 8 કલાક પહેલાં જ તેમણે ભારત પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. એક રિપોર્ટરે જ્યારે પૂછ્યું કે, ચીન જેવા અન્ય દેશ પણ તો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેમ છતાં ભારત પર જ વધારાનો ટેરિફ કેમ લગાવવામાં આવ્યો? આ વિશે જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, 'હજુ તો ફક્ત 8 કલાક થયા છે. જોતા રહો આગળ બીજું શું થાય છે. તમને હજુ ઘણું જોવા મળશે... હજું ઘણાં સેકન્ડરી સૈંક્શન જોવા મળશે.'
ભારત સાથે જે કર્યું તે...
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પણ 'સેકન્ડરી સૈંક્શન' લગાવવાની વાત કહી છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'અમે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવામાં ચીન બાદ બીજા નંબર પર છે. અમે ભારત સાથે જે કર્યું તે અન્ય દેશો પર પણ લાગુ કરવામાં આવશે. તેમાં ચીનનો પણ સમાવેશ થઈ શકે છે.'
ભારત યુદ્ધ મશીનને ફ્યુલ આપે છેઃ અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રનું કહેવું છે કે, ભારતે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાનો ઇનકાર કર્યો છે, જો કે અમેરિકા માટે આ 'નેશનલ સિક્યોરિટી'નો મામલો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ખુદ ભારત પર યુક્રેનમાં રશિયન યુદ્ધને પ્રભાવી રીતે ફન્ડ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'ભારત યુદ્ધ મશીનને ફ્યૂલ આપી રહ્યું છે.'
આ દરમિયાન વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોને ભારતના ટેરિફ વધારવા પર કહ્યું કે, 'આ વિશુદ્ધ રૂપથી રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, જે ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવાના ઈનકાર સાથે જોડાયેલો છે.' એવામાં ટ્રમ્પ આ માટે ટેરિફ પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, તેથી ભારત રશિયા સાથે એનર્જી ઇમ્પોર્ટ બંધ કરી દે, જ્યાં ભારતનું 'નેશનલ ઇન્ટરેસ્ટ'ને લઈને વલણ સ્પષ્ટ છે.
ભારત પર લાગુ થશે 50% બેઝલાઇન ટેરિફ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે 30 જુલાઈએ ભારતથી ઇમ્પોર્ટ કરવામાં આવતા સામાન પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 6 ઓગસ્ટે તેમણે એક 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. આ પગલાંથી ભારત પર કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી જશે. પહેલો 25% ટેરિફ 7 ઓગસ્ટે લાગુ થશે, જોકે નવો વધારાનો 25% ટેરિફ 21 દિવસ બાદ એટલે કે, 27 ઓગસ્ટથી પ્રભાવી થશે. આ પ્રકારે ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે. આ પહેલીવાર છે કે, જ્યારે રશિયાના વેપારી સહભાગીઓ પર 'સેકન્ડરી ટેરિફ' લગાવવાનું પગલું લીધું છે. જોકે, ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ પર તેમણે 90 દિવસ સુધી રોક લગાવી રાખી હતી.
ભારતે ટ્રમ્પના ટેરિફ પર આપી પ્રતિક્રિયા
ભારતે અમેરિકન નિર્ણયની આકરી નિંદા કરતા તેને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો સામે છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, અમારા ક્રૂડ ઓઇલની આયાત બજાર આધારિત છે અને અમારો હેતુ 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવાની છે. ભારતે આ ત્યારે પણ કહ્યું કે, દુનિયાના અનેક દેશ આ પ્રકારના નિર્ણય પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લે છે. એવામાં ફક્ત ભારતને નિશાનો બનાવવો અયોગ્ય, અન્યાયી અને પાયાવિહોણા છે. સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.