World

પાકિસ્તાન સિવાય પણ અમારા 5 પડોશી દેશો પણ..., યુદ્ધને લઈને અફઘાનિસ્તાનના વિદેશમંત્રીનું વધુ એક નિવેદન

By GS TEAM
13 Oct 20252 mins read
TukuTouch Logo
અફઘાનિસ્તાનના પર શાસન કરી રહેલા તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી 9 થી 16 ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મુત્તાકીની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો અને વેપાર સહયોગ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું છે કે, 'ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર વધારવામાં આવશે.' મુત્તાકીની ભારત મુલાકાત દરમિયાન, અફઘાનિસ્તાનની રાજધાની અમૃતસરથી કાબુલ સુધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન સિવાય પણ અમારા 5 પડોશી દેશો પણ..., યુદ્ધને લઈને અફઘાનિસ્તાનના વિદેશમંત્રીનું વધુ એક નિવેદન

Afghanistan Foreign Minister: અફઘાનિસ્તાનના પર શાસન કરી રહેલા તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી 9 થી 16 ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મુત્તાકીની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો અને વેપાર સહયોગ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું છે કે, 'ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર વધારવામાં આવશે.' મુત્તાકીની ભારત મુલાકાત દરમિયાન, અફઘાનિસ્તાનની રાજધાની અમૃતસરથી કાબુલ સુધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આ 3 પ્રોફેસરને અપાયો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર, આર્થિક વિકાસ પર કર્યું મહત્ત્વનું સંશોધન

તેમની ભારતની મુલાકાતને લઈને મુત્તાકીએ કહ્યું, 'અમને આશા છે કે અમારી આ યાત્રાનો ભારત-અફઘાનિસ્તાન સંબંધો પર સકારાત્મક પ્રભાવ પડશે... ભારત સાથેનો અમારો વેપાર 1 અરબથી વધુનો છે... તે સારું છે કે સરકાર અને વડાપ્રધાને કાબુલમાં ટેકનિકલ મિશનને દૂતાવાસના સ્તર સુધી વધારવાનો નિર્ણય લીધો છે... અફઘાનિસ્તાનમાં કામ માટે અસંખ્ય તકો છે.'

45 વર્ષમાં પહેલીવાર અફઘાનિસ્તાનમાં બિલકુલ શાંતિ

મુત્તાકીએ વધુમાં કહ્યું, '45 વર્ષમાં પહેલીવાર અફઘાનિસ્તાનમાં બિલકુલ શાંતિ સ્થાપિત થઈ છે. આ શાંતિને કારણે વિશ્વભરના લોકો રાજદ્વારી હેતુઓ માટે અહીં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ ખુશ છે.'

અમે યુદ્ધ નહીં, શાંતિ ઇચ્છીએ છીએ'

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ પર પણ ટિપ્પણી કરતાં કહ્યું કે 'અફઘાનિસ્તાન યુદ્ધ ઇચ્છતું નથી. પાકિસ્તાન ઉપરાંત આપણા પાંચ પડોશી દેશો છે, પરંતુ તેઓ આપણાથી ખુશ છે. અમે યુદ્ધ નથી ઇચ્છતા, અમે શાંતિ ઇચ્છીએ છીએ.'

પાકિસ્તાન -અફઘાનિસ્તાન વચ્ચે ચાલી 7 કલાક લડાઈ 

લડાઈ કેવી રીતે અને શા માટે શરૂ થઈ તે સમજવા માટે પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સરહદી વિવાદને સમજવો મહત્ત્વનો છે. બંને દેશો ડુરાન્ડ લાઇન તરીકે ઓળખાતી 2,460 કિલોમીટરની સરહદ ધરાવે છે. આ રેખા બ્રિટિશ યુગ દરમિયાન બનાવવામાં આવી હતી, જેને અફઘાનિસ્તાન માન્યતા આપતું નથી.

આ પણ વાંચો: 'યુદ્ધ બંધ કરો નહીં તો યુક્રેનને 'ટૉમ-હૉક' મિસાઇલ્સ આપીશું' : ટ્રમ્પની પુતિનને ચેતવણી

જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યું તે પછી આ સરહદ દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી વધી છે. પાકિસ્તાન વારંવાર આતંકવાદીઓ પર હુમલો કરે છે. આ માટે, પાકિસ્તાન વારંવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરે છે, જેનાથી તાલિબાન શાસન નારાજ છે.