Get The App

પીએમ મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' ગણાવનારા લેખકને મળી અમેરિકાની નાગરિકતા

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
પીએમ મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' ગણાવનારા લેખકને મળી અમેરિકાની નાગરિકતા 1 - image

વોશિંગ્ટન, તા.28 જુલાઈ 2020, મંગળવાર

લોકસભાની ચૂંટણી પહેલા જાણીતા ટાઈમ મેગેઝિનમાં પીએમ મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવતો લેખ લખનારા લેખક આતિશ તાસિરને અમેરિકાની નાગરિકતા મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે આતિશનો ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાનો દરજ્જો ખતમ કરી દીધો છે.દરમિયાન આતિશ તાસીરે કહ્યુ હતુ કે, હું હવે એક અમેરિકન નાગરિક બની ગયો છુ અને શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના નાગરિક તરીકે શપથ લીધા છે.એ પણ એક વર્ષથી ઓછા સમયમાં જ્યારે મોદી સરકારે મારી પાસેથી ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાનો દરજ્જો પાછો લઈ લીધો હતો.

પીએમ મોદીને 'ડિવાઈડર ઈન ચીફ' ગણાવનારા લેખકને મળી અમેરિકાની નાગરિકતા 2 - imageતાસીરે કહ્યુ હતુ કે, અમેરિકા એક મહાન દેશ છે અને તેનો હિસ્સો બનવાની લાગણી બહુ અદભુત છે.મને આશા છે કે, નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં પહેલી વખત હું મતદાન કરી શ.

આતિશ તાસીર આ લેખના કારણે ભારતમાં ચર્ચામાં આવ્યા હતા.મોદીને ડિવાઈડર ઈન ચીફની ઉપમા આપનારી સ્ટોરી લખવા બદલ આતિશની ભારે ટીકા થઈ હતી.પોતાના લેખમાં આતિશે મોદીની કરેલી ટીકાથી વિવાદ સર્જાયો હતો.લેખમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, પીએમ મોદીએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારાની ભાવના વધારવા કોઈ ઈચ્છા શક્તિ બતાવી નથી.

Tags :