Get The App

અમેરિકામાં 6.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ડરના માર્યા લોકો ફફડ્યાં, સુનામીનું એલર્ટ નહીં

Updated: Oct 31st, 2024

GS TEAM

Google News
Google News
અમેરિકામાં 6.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ડરના માર્યા લોકો ફફડ્યાં, સુનામીનું એલર્ટ નહીં 1 - image


Earthquake In US: અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ગુરુવારે એક શક્તિશાળી ભૂકંપ આવતા લોકોમાં ડર ફેલાયો હતો. જોકે સુનામીને લઈને કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ભૂકંપની તીવ્રતા 6.0 ની રહી હતી. 

ક્યાં આવ્યો ભૂકંપ? 

6.0ની તીવ્રતાનો આ શક્તિશાળી ભૂકંપ પેસિફિક મહાસાગરની ફોલ્ટ લાઈન પર જ અનુભવાયો હતો. આ ફોલ્ટલાઇન ઓરેગન રાજ્યના બેંડન શહેરથી 173 માઈલ (297 કિલોમીટર) દૂર હોવાની જાણકારી મળી રહી છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લોકોના ડરના માર્યા ઘર-ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.

ચીનના શિજાંગમાં પણ ધરતી ધ્રૂજી

અહેવાલો અનુસાર, ચીનના શિજાંગમાં પણ ધરતી ધ્રૂજી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે (31મી ઓક્ટોબર) સવારે ચીનના શિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 7:02 વાગ્યે (IST) આવ્યો હતો.


અમેરિકામાં 6.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ડરના માર્યા લોકો ફફડ્યાં, સુનામીનું એલર્ટ નહીં 2 - image

Tags :