For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Er માનવ બોડીમાં નવા જ પ્રકારનું બ્લડ ગૃપ, છેલ્લા ૪૦ વર્ષથી ચાલતું હતું સંશોધન

૧૯૮૨માં સૌ પ્રથમવાર આ પ્રકારના બ્લડગૃ્પના સંકેતો મળ્યા હતા

નવજાત શિશુ અને ગર્ભમાં થતી બીમારીની ટ્રીટમેન્ટ માટે પણ મહત્વનું

Updated: Jan 25th, 2023

Article Content Image

લંડન,૨૫ જાન્યુઆરી,૨૦૨૩,બુધવાર 

દરેકના હેલ્થ બાયોડેટામાં બ્લડગુ્પની માહિતી હોય છે. બ્લડના આ ગૃપ વાત કરીએ તો એ,બી, એબી અને ઓ મુખ્ય છે. જો કે વૈજ્ઞાનિકોને એવા ગત ઓકટોબર મહિનામાં એવા એક બ્લડગુ્પની ભાળ મળી હતી  જેના પર વર્ષોથી સંશોધન ચાલતું હતું. આ બ્લડગૃપનું નામ Er પાડવામાં આવ્યું છે. બ્લડના પેટા પ્રકારની રીતે ૪૪મું છે. નવા શોધાયેલા ઇઆર ગૃપને ખૂબ મહત્વનું ગણાવ્યું છે. જાણે કે કોઇ નવા ગ્રહની શોધ થઇ હોય એવો ઉત્સાહ જોવા મળે છે. 

આ નવા પ્રકારના લોહી ગૃપની મદદથી લોહીમાં જોવા મળતી ખામી અને તેને લગતી ટ્રીટમેન્ટ કરવામાં મદદરુપ બને છે. આ લોહીને લગતી કેટલીક જટિલ બીમારીઓ દૂર કરવામાં પણ મદદરુપ બને છે. જેમ કે નવજાત શિશુઓ અને ગર્ભમાં થતી બીમારીની ટ્રીટમેન્ટ માટે પણ મહત્વનું છે. વૈજ્ઞાનિકોને ૧૯૮૨માં સૌથી પહેલા  Er પ્રકારના બ્લડગૃ્પના પ્રથમવાર સંકેત મળ્યા હતા. જો કે એ સમયે માઇક્રોસ્કોપ સાયન્સ અને ટેકનોલોજીની મર્યાદાના લીધે સંશોધનમાં વધારે આગળ વધી શકાયું ન હતું. 

યુનિવર્સિટી ઓફ બ્રિસલની માહિતી મુજબ લોહીના પ્રકારને રકત કોશિકાઓ પર પ્રોટ્રીનની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિના આધારે નકકી કરવામાં આવે છે. કટિંગ એજ ડીએનએ, સીકવેસિંગ અને જીન એડિટીંગ ટેકનિક દ્વારા યુનિવસિર્ટીના વૈજ્ઞાાનિકોએ ખાસ પ્રકારના પ્રોટીનને ઓળખી લીધું હતું જેમાં ઇઆપ બ્લડ ટાઇપનું માર્કર છે. આ પ્રોટીન માણસના આરોગ્ય અને બીમારી બંને માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. 

Gujarat