બાંગ્લાદેશમાં ટોળાએ એક યુવકને પીટયો પોલીસ હોસ્પિટલ લઇ ગઇ : ત્યાંથી ખેંચી મારી નાંખ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બાંગ્લાદેશમાં 'જંગલ-રાજ' ચાલે છે
- બાંગ્લાદેશના સતખીરામાં ૩૮ વર્ષના વાહીદ ઉજ્જમાન શમીમ પર ઇશ નિંદાનો આક્ષેપ હતો : પરિવાર કહે છે તે કેટલાક દિવસોથી સતત ચિંતામાં રહેતો હતો
ઢાકા : બાંગ્લાદેશમાં હજી જંગલ-રાજ ચાલે છે. દેશના સતખીરામાં ૩૮ વર્ષના એક યુવકની ટોળાએ મારી મારીને હત્યા કરી છે. તેની ઉપર ધાર્મિક ભાવનાઓ ઉપર આક્રમણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઢાકાના ધી ડેઈલ સ્ટાર અખબારના જણાવ્યા પ્રમાણે વાહીદ ઉજજમાન શમીમ નામના એક યુવાનને એટલા માટે ટોળાએ શિકાર બનાવ્યો હતો કે તેણે સોશ્યલ મીડીયા પર બનાવેલી કેટલીક ઓડીયો કિલપ વાયરલ થઇ ગઈ. તેમાં ઇશ-નિંદાની કેટલીક વાતો હતો. તેથી ટોળુ પિટાઇ કરી રહી હતી. ત્યાંથી પોલીસ તેને બચાવી હોસ્પિટલમાં લઇ ગઇ. ત્યાં તેની સારવાર ચાલતી હતી. રાત્રે ટોળુ હોસ્પિટલ પહોંચી ગયું. ત્યાંથી તેને ખેંચી કાઢી એટલો માર માર્યો કે તેનું નિધન થઈ ગયું.
શમીમનાં મોટાભાઈ અબ્દુલ જલીલે મીડીયાને જણાવ્યું હતું કે એક વર્ષ પૂર્વે તેણે જગન્નાથ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડીગ્રી પણ મેળવી હતી. તેના વિચારો આધુનિક હતા.
સ્થાનિક સ્તરે કુખ્યાત બની ગયેલી ઓગ્યાન-પાર્ટી (બેહોશ કરનારી ટોળી) એ તેને ધમકી આપી હતી. ત્યારથી શમીમ માનસિક રીતે અસ્વસ્થ અને ચિંતાગ્રસ્ત રહેતો હતો.
દેભારા પોલીસ સ્ટેશનના અધિકારી એચ.એમ. શાહીને પ્રથમ આલો નામક વર્તમાનપત્રને જણાવ્યું હતું કે પોલીસને આશરે ૪.૪૦ વાગે સૂચના મળી હતી કે કોઇની પિટાઇ થઇ રહી છે. ત્યાંથી તે શખ્સને બચાવી હોસ્પિટલ લઇ જવાયો. રાત્રે ૮.૪૦ આસપાસ ૨૦૦ થી ૨૫૦ નું ટોળુ હોસ્પિટલમાં ઘુસ્યુ, શમીમને ખેંચી બહાર લઈ જઈ માર્યો જેથી તેનું મૃત્યુ થયું.




