mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કિડનેપરના કબ્જામાંથી પોતાના બાળકને બચાવવા માટે પિતા બન્યા 'સુપરહીરો', VIDEO વાયરલ

Updated: Feb 12th, 2024

કિડનેપરના કબ્જામાંથી પોતાના બાળકને બચાવવા માટે પિતા બન્યા 'સુપરહીરો', VIDEO વાયરલ 1 - image


Image Source: Twitter

વોશિંગ્ટન, તા. 12 ફેબ્રુઆરી 2024 સોમવાર

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ પોતાના પુત્રને બચાવતા અન્ય શખ્સને માર મારી રહ્યો છે. તેના ચાર વર્ષના પુત્રને તેની આંખોની સામે કિડનેપ કરવામાં આવી રહ્યો હતો. વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો ગણાવાઈ રહ્યો છે. ઘટના મિયામી બીચ ફારમેસી પર થઈ છે. તે સમયે બાળક પોતાની માતા સાથે ફારમેસીથી બહાર નીકળી રહ્યુ હતુ. ત્યાં એક શખ્સ આવ્યો. તેણે બાળકને તેની માતાથી છીનવ્યુ અને ઉઠાવીને લઈ જવા લાગ્યો. ત્યારે બાળકના પિતા પાછળથી આવ્યા અને તેમણે આરોપીને ખૂબ માર્યો.

બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કરનાર આરોપીની ઓળખ સ્ટર્નમેન તરીકે થઈ છે. તે બાળકને ઉઠાવીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પકડાઈ ગયો. બાળકના પિતાએ તાત્કાલિક સ્ટર્નમેનને પકડી લીધો. તેનું કાળુ જેકેટ ઉતારવાનો પ્રયત્ન કર્યો. સાથે જ ફારમેસીના દરવાજા પર પટકી દીધો જ્યારે માસૂમને તેની માતાએ કિડનેપરના કબ્જામાંથી છોડાવ્યુ. આ દરમિયાન બાળક જમીન પર પડી જાય છે. આરોપીએ ફરાર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ તેને મિયામી બીચ પોલીસે પકડી લીધો.

Gujarat