mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

૧૦૧ વર્ષની વૃધ્ધ મહિલાએ લંડન યુનિવર્સિટીની ડિગ્રી મેળવી, ૧૯૩૮માં લીધું હતું એડમિશન

ટીચિંગ કોર્સ પૂરો કર્યાના ૮ દાયકા પછી આ ઘડી આવી છે.

૧૦૧ વર્ષના મેજ ગ્રાઉનની સાથે ૯૪ વર્ષની ગાર્ડનનું પણ સન્માન

Updated: Mar 21st, 2023

૧૦૧ વર્ષની વૃધ્ધ મહિલાએ લંડન યુનિવર્સિટીની  ડિગ્રી મેળવી, ૧૯૩૮માં લીધું હતું એડમિશન 1 - image


લંડન,૨૧ માર્ચ,૨૦૨૩,મંગળવાર 

કોઇ પણ પ્રકારનું સન્માન કે ડિગ્રી મળે ત્યારે માણસ ખૂશી થવી સ્વભાવિક છે પરંતુ ઇગ્લેન્ડના મેજ બ્રાઉનમાં રહેતી મેડ બ્રાઉન નામની  મહિલાના જીવનમાં ખૂશી ૧૦૧ વર્ષ પછી આવી છે. ૧૦૧ વર્ષના દાદીને લંડન યુનિવર્સિટીએ માનદ ટોચિંગ ડિગ્રીથી સન્માન કર્યુ છે. નવાઇની વાત તો એ છે કે ટીચિંગ કોર્સ પૂરો કર્યાના ૮ દાયકા પછી આ ઘડી આવી છે. તેમણે આ કોર્સ નોર્ટિગહામ કોલેજ ઓફ ફિઝિકલ એજયુકેશન કર્યો હતો.

બ્રાઉન ૧૯૩૮માં સ્ટડી શરુ કર્યા પછી બીજા વિશ્વયુધ્ધ દરમિયાન એક વર્ષનો બ્રેક લઇને નર્સ તરીકે જોડાઇ હતી.૧૯૪૨માં ફિઝિકલ એજ્યુકેશનમાં ડિપ્લોમાં પુરો કર્યો હતો. યુધ્ધના આ ગાળા પણ તેને ટીચિંગ ચાલું રાખ્યું હતું. યુનિવર્સિટીએ આ કોર્સ કયારનોય બંધ કરી દીધો છે. મેજ ગ્રાઉનની સાથે ૯૪ વર્ષના શીલા ગાર્ડનને પણ બેચલર ઓફ એજયુકેશનની ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી. ગૉર્ડનની વાત કરીએ તો તેણે ૧૯૪૯માં ફિઝિકલ એજ્યુકેશનનો ડિપ્લોમાં કોર્સ પુરો કર્યો હતો.

૨૨ ફેબુ્રઆરીના રોજ ૧૦૧ વર્ષના મેજ  ખૂદ ડિગ્રી લેવા માટે આવ્યા હતા. ડિગ્રી મળી ત્યારે તેમના ચહેરા પર આનંદ છલકતો હતો.૯૪ વર્ષના શીલ ગાર્ડન અને ૧૦૧ વર્ષના મેજ બ્રાઉન માટે આ એક ઐતિહાસિક ક્ષણો હતી. બંને મહિલાઓએ ૧૯૪૦ના દસકામાં નોર્ટિગહામ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. એ સમયે શિક્ષકોએ બે થી ત્રણ વર્ષનો ટ્રેનિંગ કોર્સ કરવો પડતો હતો.

આ બંને મહિલાઓ યુનિવર્સિટીની માનદ ડિગ્રી પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલાઓ તરીકે જાણીતી બની છે.શિક્ષણ ક્ષેત્રમાં તેમની નિષ્ઠા અને યુવાઓને પ્રેરણા આપવા બદલ સન્માન મેળવ્યું છે. બ્રાઉન માને છે કે એખ શિક્ષક તરીકે એ સુવર્ણ સમય હતો. આ ડિપ્લોમાને યુનિવર્સિટીએ ડિગ્રીમાં પરીવર્તિત કરી નાખ્યો હતો. આથી વયોવૃધ્ધ મહિલાને માનદ સન્માન આપ્યું હતું.


Gujarat