Get The App

ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં દુનિયાને ચોંકાવવાની તૈયારીમાં પુતિન, રશિયા કરશે ખતરનાક મિસાઇલનું પરીક્ષણ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં દુનિયાને ચોંકાવવાની તૈયારીમાં પુતિન, રશિયા કરશે ખતરનાક મિસાઇલનું પરીક્ષણ 1 - image


Putin And Trump Summit In Alaska: અમેરિકાના અલાસ્કામાં 15 ઑગસ્ટ, 2025ના રોજ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રશિયા-યુક્રેન શાંતિ વાર્તા થવાની છે. આ મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધ્યા છે. ટ્રમ્પે રશિયાની અર્થવ્યવસ્થાને જોખમી ગણાવી છે. તેમજ પુતિને આ બેઠક માટે ફોન કર્યો હોવાનો દાવો પણ કર્યો છે. જેના જવાબમાં રશિયાએ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન શરુ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી વિવાદાસ્પદ અને જોખમી મિસાઇલો પૈકી એક  9M730 બુરેવેસ્ટનિકનું સંભવિત પરીક્ષણ શરુ કરવાની તૈયારી કરી છે. 

9M730 બુરેવેસ્ટનિક રશિયાનું અજેય હથિયાર છે. તે ન્યુક્લિયર એનર્જીથી ઓપરેટ થતી ક્રૂઝ મિસાઇલ છે. તે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. તે વિશ્વના અન્ય કોઈપણ હિસ્સામાં હુમલો કરી શકે છે. જેમાં રૂટ ચેન્જ કરવાની ક્ષમતા છે. જેથી તેને ઇન્ટરસેપ્ટ કરવી મુશ્કેલ છે. અમેરિકાના NASIC રિપોર્ટ અનુસાર, જો આ મિસાઇલ સક્રિય સેવામાં ઉપસ્થિત થશે તો રશિયાની સૈન્ય શક્તિમાં અનેકગણો વધારો થશે. જેને પશ્ચિમી દેશો પણ રોકી શકશે નહીં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ

પરીક્ષણ માટે તૈયારીઓ શરુ

રશિયાએ 7થી 12 ઑગસ્ટ સુધી 40,000 વર્ગ કિમી ક્ષેત્રમાં NOTAM (નોટિસ ટુ એરમેન) જાહેર કર્યું છે. જે સામાન્ય રીતે મોટી મિસાઇલના પરીક્ષણ પહેલા આપવામાં આવે છે. રશિયાએ ચાર રશિયન જહાજ પેનકોવો ટેસ્ટિંગ રેન્જથી દૂર પૂર્વીય બેરેન્ટ્સ સમુદ્રમાં દેખરેખ રાખતી ચોકીઓ પર તૈનાત કર્યા છે. બે રોસોટોમ વિમાન રોગચેવો ઍરપોર્ટ પર તૈનાત કર્યા છે. પુરવઠા માટે માલવાહક જહાજોની અવરજવર વધી છે. નોર્વેના ધ બેરેન્ટ્સ ઓબ્ઝર્વર અનુસાર, પેનકોવો રેન્જમાં છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે. 

9M730 બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ થાય તો રશિયા વિશ્વનો પ્રથમ દેશ હશે, જેની પાસે ન્યુક્લિયર એનર્જીથી ઓપરેટ થતી ક્રૂઝ મિસાઇલ હશે. પશ્ચિમી દેશોની એર ડિફેન્સ રણનીતિઓને પડકારશે. પુતિન-ટ્રમ્પ સમિટ પહેલાં આ પગલું અમેરિકાની સાયકોલૉજી બદલી શકે છે. નિષ્ણાતો માને છે કે, આ માત્ર ટૅક્નોલૉજીનું પ્રદર્શન નહીં, પણ રાજકીય સંકેત પણ છે. રશિયા પોતાની સૈન્ય ક્ષમતા સાથે સમાધાન કરશે નહીં.

ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં દુનિયાને ચોંકાવવાની તૈયારીમાં પુતિન, રશિયા કરશે ખતરનાક મિસાઇલનું પરીક્ષણ 2 - image

Tags :