લેબેનોનથી જઇ રહેલ હોડી સિરિયાના દરિયામાં પલટી જતાં ૭૩નાં મોત, ૨૦ ઘાયલ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા લેબેનોનમાંથી આ લોકો ગેરકાયદેસર રીતે યુરોપમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં

હોડીમાં ૧૨૦થી ૧૫૦ લોકો સવાર હતાં


દમિશ્ક, તા. ૨૩

લેબનોનથી પ્રવાસીઓથી લઇ જઇ રહેલ એક હોડી ગુરૃવારે બપોરે સીરિયાના દરિયાકિનારે પલટી જતાં ઓછામાં ઓછા ૭૩ લાકોના મોત થયા છે તેમ સીરિયાના સરકારી મીડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

સીરિયાના સરકારી ટીવીએ સીરિયન પોર્ટ ઓથોરિટીના પ્રમુખ જનરલ સામિર કોબ્રોસલીના સંદર્ભથી જણાવ્યું હતું કે બચાવ કામગીરી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

સીરિયાના આરોગ્ય પ્રધાન હસન અલ ગબાશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ કાટમાળમાંથી કાઢવામાં આવેલા મૃતદેહોની સંખ્યા ૭૩ થઇ ગઇ છે. જ્યારે અન્ય ૨૦ લોકોની સારવાર સિરિયન પોર્ટ ટાર્ટસની હોસ્પિટલમાં ચાલી રહી છે. બચી ગયેલા લોકોમાં સિરિયા, લેબેનોન અને પેલેસ્ટિનના નાગરિકોનો સમાવેશ થાય છે.

સીરિયાના અધિકારીઓએ ગુરૃવાર બપોરે ટાર્ટસના તટ પાસેના સમુદ્રમાં મૃતદેહોને શોધવાની કામગીરી શરૃ કરીહતી. જો કે અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૂબી ગયેલ હોડીનું શું થયું છે.

સીરિયન પરિવહન મંત્રાલયે જીવિત બચેલા લોકો અંગે જણાવ્યું હતું કે હોડી મંગળવારે લેબોનોનના ઉત્તર મિનેહ વિસ્તારમાંથી નીકળી હતી. જેમાં ૧૨૦થી ૧૫૦ લોકો સવાર હતાં.

ઉલ્લેખનીય છે કે લેબેનોનમાં આર્થિક સંકટને કારણે ત્યાંના અનેક લોકો હિજરત કરી રહ્યાં છે. અનેક લોકો ગેરકાયદેસર રીતે યુરોપમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ માટે તેઓ સમુદ્ર માર્ગને પસંદ કરે છે. ક્ષમતાથી વધુ પ્રવાસીઓ ભરવાને કારણે આવી હોડીઓને અકસ્માતનો સામનો કરવો પડે છે.

 

 

 

City News

Sports

RECENT NEWS