Get The App

ઈઝરાયલ વિરુદ્ધ દોહામાં એકત્ર થયા 50 મુસ્લિમ દેશોના નેતા, મોટો નિર્ણય લેવાની તૈયારી

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ વિરુદ્ધ દોહામાં એકત્ર થયા 50 મુસ્લિમ દેશોના નેતા, મોટો નિર્ણય લેવાની તૈયારી 1 - image


Image Source: Twitter

50 Muslim Countries Summit Against Israel: કતારની રાજધાની દોહામાં ગત અઠવાડિયે થયેલા ઈઝરાયલી હુમલાથી એવી આગ ભડકી છે કે આજે 50 મુસ્લિમ દેશોના નેતાઓ એકત્ર થયા છે. આ તમામ નેતાઓ દોહામાં જ એકત્ર થઈ રહ્યા છે, જેમાં ઈઝરાયલ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ આવી શકે છે. આ ઉપરાંત આ મહિનાના અંતમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈનને એક અલગ દેશ તરીકે માન્યતા આપવા માટે પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 150 દેશોએ તેને માન્યતા આપી છે અને ઈસ્લામિક દેશો ઈચ્છે છે કે તેને વિશ્વના તમામ દેશો દ્વારા માન્યતા આપવામાં આવે. આરબ લીગના મહાસચિવ અહેમદ અબુલ ઘેતે કહ્યું કે અમે એટલા માટે એકત્ર થઈ રહ્યા છીએ કે, દુનિયાને સંદેશ જાય કે કતાર એકલો નથી.

ઈઝરાયલને હુમલાનો જવાબ મળશે

બીજી તરફ કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ-થાનીએ કહ્યું કે, 'ઈઝરાયલે હુમલો કર્યો છે અને તેને જવાબ પણ મળશે. પરંતુ આ હુમલા પછી પણ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરવાના અમારા પ્રયાસો સમાપ્ત નહીં થશે. અમે અમેરિકા અને ઈજિપ્ત સાથે મળીને મધ્યસ્થી માટે પ્રયાસો કરતાં રહીશું.' આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાયલને સજા આપવા માટે એક થવા કહ્યું છે. આ મામલે બેવડા ધોરણો અપનાવવા યોગ્ય રહેશે નહીં. તેમણે કહ્યું કે, 'આ એવો સમય છે જ્યારે સમગ્ર વિશ્વએ ઈઝરાયલ વિરુદ્ધ એક થવું જોઈએ.'

પાકિસ્તાન આ બેઠકમાં ખૂબ એક્ટિવ

તેમણે કહ્યું કે, ઈઝરાયલને ખબર પડવી જોઈએ કે આપણા ભાઈઓને સતત મારવાનું પરિણામ મળી શકે છે. તેમને ખબર પડવી જોઈએ કે યુદ્ધ છેડવાની કિંમત શું હોઈ શકે છે. આપણા પેલેસ્ટિનિયન ભાઈઓને તેમની ભૂમિ પરથી હાંકી કાઢવાના પ્રયાસો સફળ નહીં થશે. હાલમાં ઈસ્લામિક સહકાર સંગઠનના બેનર હેઠળ આવતા વિશ્વના 57 દેશોમાંથી 50 દેશોના નેતાઓ આવી રહ્યા છે. પાકિસ્તાન પણ આ બેઠકમાં ખૂબ એક્ટિવ છે. કતાર પર હુમલા પછી તરત જ તેણે એકતા દર્શાવી અને ઈસ્લામિક વિશ્વને જવાબ આપવા અપીલ કરી. નાયબ વડાપ્રધાન ઈશાક દાર પોતે આ બેઠકનું આયોજન કરવામાં સક્રિય છે.

આ પણ વાંચો: અમેરિકાના વિદેશમંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, 32ના મોત

બેઠકમાં 50 દેશોના નેતાઓ હાજર રહેશે

આ બેઠકમાં ઈઝરાયલે આખા ગાઝા પર કબજો કરવાની યોજના કેવી રીતે બનાવી છે તે મુદ્દો પણ ઉઠાવવામાં આવી શકે છે. આ ઉપરાંત વેસ્ટ બેંક પર પણ તેની નજર છે. રાજદ્વારીઓનું કહેવું છે કે આ બેઠકમાં ઓછામાં ઓછા 50 દેશોના નેતાઓ હાજર રહેશે. આમાં સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પેલેસ્ટાઈનને માન્યતા અપાવવા માટે પ્રસ્તાવ કેવી રીતે લાવવો તે અંગે વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત ઈઝરાયલને તેના કર્મોની સજા આપવામાં આવે. 

Tags :