જાપાનમાં ભયાનક પૂરથી 44નાં મોત, 5 લાખથી વધુ લોકોને સ્થળાંતરની સલાહ
ટોકિયો, 6 જુલાઇ 2020 સોમવાર
દક્ષિણ જાપાનમાં ત્રણ દિવસથી ભારે વરસાદ અને પૂરનાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સોમવારે (6 જુલાઈ) વધીને 44 થઈ ગઈ, જેમાં નદી કિનારાનાં નર્સિંગ હોમનાં પૂરની ઝપેટમાં આવવાથી ડુબેલા 14 લોકોનો સમાવેશ થાય છે.
સેનાના જવાનો અને અન્ય બચાવ ટીમોએ પૂરગ્રસ્ત કુમા નદીના કાંઠે કાદવ અને કાટમાળ વચ્ચે પોતાનું બચાવકાર્ય ચાલું રાખ્યું, જ્યાં ઘણા મકાનો અને ઇમારતો સંપૂર્ણપણે ડૂબી ગઈ છે.
હવામાન એજન્સીએ ઉત્તરી ક્યુશુનાં ત્રણ પ્રીફેક્ચર્સ(જીલ્લા)માં અતિ ભારે વરસાદની ચેતવણી આપી. ટાપુનો દક્ષિણ ભાગનો વિસ્તાર સપ્તાહના અંત સુંધી ભારે વરસાદ ભોગ બન્યો.
કુમામોતો સિટીનાં કિનારે વસેલા વિસ્તારો સહિત ક્યુશુનાં લગભગ પાંચ લાખથી વધુ લોકોને ઘરમાંથી બહાર નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. કુમામોતો શહેરમાંથી 40 લાશ મળી આવી છે. મૃતકોમાં કુમા નદીની બાજુમાં આવેલા નર્સિંગ હોમના 14 વડીલોનો સમાવેશ થાય છે.
ઘણા લોકોને હેલિકોપ્ટર અને બોટ દ્વારા કુમામોટોથી બહાર કાઢવામાં આવ્યા છે. સંરક્ષણ દળ, કોસ્ટગાર્ડ અને ફાયર વિભાગના 40,000 થી વધુ જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
પૂર અને ભુસ્ખલનને લીધે સેંજુઅન કેર સેન્ટરમાં રહેતા 65 જેટલા લોકો અને તેમની સંભાળ રાખતા 30 લોકો ત્યાં ફસાયા હતા. આ પછી બાકીના 51 લોકોને ત્યાં રવિવારે (5 જુલાઈ) બચાવી લેવામાં આવ્યા હતા.
સ્થાનિક 'રાફ્ટિંગ' કંપનીના સંચાલક શિગમિસ્ટોએ સરકારના પ્રસારણકર્તા 'એનએચકે' ને જણાવ્યું હતું કે કુલ 18 લોકો માર્યા ગયા છે, જ્યારે 16 લોકોના મોતની આશંકા છે.
રવિવારે, અન્ય 14 લોકો રવિવાર (5 જુલાઈ) સુધી ગુમ થયા હતા. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અનુસાર ઘણા લોકો હજી પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે અને મદદની રાહ જોઇ રહ્યા છે.