ઈઝરાયલી હુમલામાં 41 પેલેસ્ટિનિયનોના મોત, રાહત વિતરણ કેન્દ્ર પાસેની ભાગદોડમાં અન્ય 20 લોકોના જીવ ગયા
Gaza Crisis: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી હવાઈ હુમલામાં 41 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, તેમજ એક રાહત વિતરણ કેન્દ્ર પાસે ભાગદોડમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલ સમર્થિત અમેરિકી સંગઠન ગાઝા હ્યુમેનિટેરિયન ફંડે ભાગદોડમાં હમાસને જવાબદાર ઠેરાવ્યું છે. ગાઝા પટ્ટીમાં રાહત કાર્યક્રમો ચલાવતી ઇઝરાયલ સમર્થિત અમેરિકન સંસ્થાએ બુધવારે માહિતી આપી કે વિતરણ સ્થળ નજીક 20 પેલેસ્ટિનિયનોના મોત થયા. હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન ઇઝરાયલી હુમલામાં 11 બાળકો સહિત 41 અન્ય લોકો માર્યા ગયા.
હમાસના કારણે ભડકી હિંસા : GHF
ગાઝા હ્યુમેનિટેરિયન ફંડ (GHF) એ જણાવ્યું હતું કે, દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાં વિતરણ કેન્દ્ર નજીક ભાગદોડમાં 19 લોકોના કચડાઈ જવાતી મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિનું છરીના હુમલાથી મોત થયું હતું. સંગઠને આરોપ લગાવ્યો હતો કે, હમાસ દ્વારા ભય અને મૂંઝવણ ફેલાવવાને કારણે હિંસા ફાટી નીકળી હતી. જો કે, આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા પૂરા આપ્યા નથી. આ સંગઠન સામાન્ય રીતે તેના વિતરણ કેન્દ્રો નજીક ખલેલ પહોંચાડવામાં માનતું નથી.
મદદ મેળવવાની કોશિશમાં 850 લોકોના મોત
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલય અને ગાઝાના આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, મે મહિનાથી મદદ મેળવવાનો પ્રયાસ કરતી વખતે લગભગ 850 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. આમાં GFH વિતરણ સ્થળો સહિત અન્ય કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ
ઉત્તરી ગાઝા અને ખાન યુનિસમાં 41 લોકોના મોત
તો, ઇઝરાયલી હુમલાઓમાં ઉત્તરી ગાઝામાં 22 લોકોના મોત થયા છે. જેમાં 11 બાળકોનો સમાવેશ થાય છે. ખાન યુનિસ શહેરમાં 19 અન્ય લોકો માર્યા ગયા. ઇઝરાયલી સેનાએ માહિતી આપતાં કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં 120 થી વધુ ઠેકાણા પર હુમલો કર્યો છે, જેમાં તેની ટનલ અને શસ્ત્રો સંગ્રહ કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઇઝરાયલ હમાસ પર નાગરિક વિસ્તારોમાં તેના લશ્કરી માળખાને છુપાવવાનો આરોપ મૂકે છે.