World

એકસાથે 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય! પ્રશાંત મહાસાગરમાં 8 વર્ષ પછી આવો ખતરો

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં 8 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં એકસાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે. 'સૌડેલ', 'નારા', 'ગૈનારી' અને 'અત્સાની' નામના આ વાવાઝોડા અલગ-અલગ શક્તિ અને દિશામાં આગળ વધી રહ્યા છે. 'સૌડેલ' સૌથી શક્તિશાળી, 165 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. હવામાન વિભાગ સતત તેની પર નજર રાખી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એકસાથે 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય! પ્રશાંત મહાસાગરમાં 8 વર્ષ પછી આવો ખતરો

Pacific Ocean Typhoons : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આ સમયે એકસાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે. ઓગસ્ટ મહિનામાં આવી દુર્લભ ઘટના અંદાજે 8 વર્ષ પછી જોવા મળી છે. આ અગાઉ નવેમ્બર 2024 માં એકસાથે 4 વાવાઝોડા સક્રિય થયા હતા. હાલમાં વાવાઝોડું 'સૌડેલ' ઉપરાંત ટ્રોપિકલ સ્ટોર્મ 'નારા', 'ગૈનારી' અને 'અત્સાની' સક્રિય છે. આ ચારેય વાવાઝોડાનું સ્થાન, શક્તિ અને આગળ વધવાની દિશા અલગ-અલગ છે. તેમાંથી 'સૌડેલ' સૌથી વધુ શક્તિશાળી છે, જ્યારે 'નારા' અને 'ગૈનારી' હાલમાં એક જ જગ્યાએ સ્થિર જેવા છે અને 'અત્સાની' ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.

સૌડેલ વાવાઝોડું સૌથી વધુ શક્તિશાળી

'સૌડેલ' વાવાઝોડામાં પવનની ગતિ અંદાજે પ્રતિ કલાક 165 કિમી છે, જ્યારે તેના તેજ ઝાપટાં પ્રતિ કલાક 240 કિમી સુધી પહોંચી રહ્યા છે. આ સિસ્ટમ અંદાજે પ્રતિ કલાક 35 કિમી ની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. ચારેય સિસ્ટમમાં આ સૌથી મજબૂત વાવાઝોડું હોવાથી અને તેના ભારે પવનને કારણે હવામાન વિભાગ દ્વારા તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

નારા વાવાઝોડું લગભગ એક જ સ્થળે સ્થિર

'નારા' વાવાઝોડામાં પવનની ગતિ આશરે પ્રતિ કલાક 75 કિમી અને તેજ ઝાપટાં પ્રતિ કલાક 110 કિમી સુધીના છે. આ વાવાઝોડું હાલમાં લગભગ એક જ જગ્યા પર સ્થિર બનેલું છે. તેના આગળ વધવાની ગતિ અત્યંત ધીમી હોવાથી હાલ તેની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી.

ગૈનારી વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 65 કિમી

'ગૈનારી' વાવાઝોડામાં પવનની ઝડપ અંદાજે પ્રતિ કલાક 65 કિમી નોંધાઈ છે અને તેના તેજ ઝાપટાં પ્રતિ કલાક 95 કિમી સુધી પહોંચી રહ્યા છે. આ વાવાઝોડું પણ હાલ લગભગ એક જ જગ્યા પર કેન્દ્રિત થયેલું છે. તેની સ્થિતિ અને તાકાત પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અત્સાની વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ અગ્રેસર

'અત્સાની' વાવાઝોડું અંદાજે 15.1° ઉત્તરી અક્ષાંશ અને 137.3° પૂર્વી દેશાંતર પાસે કેન્દ્રિત છે. તેમાં પવનની ગતિ આશરે પ્રતિ કલાક 65 કિમી અને ઝાપટાં પ્રતિ કલાક 95 કિમી સુધીના છે. આ વાવાઝોડું લગભગ પ્રતિ કલાક 25 કિમી ની ઝડપે ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ચારેય વાવાઝોડામાં તેની દિશા અન્ય સિસ્ટમ કરતાં તદ્દન અલગ છે.

એકસાથે 4 વાવાઝોડા કેમ ચિંતાજનક?

પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એકસાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થવું એ સમુદ્રમાં સર્જાયેલી ભારે તોફાની ગતિવિધિ દર્શાવે છે. જોકે આ ચારેય વાવાઝોડા અલગ-અલગ વિસ્તારોમાં છે અને તેમની શક્તિ પણ જુદી જુદી છે, જેથી ચારેય તોફાન એક જ ચોક્કસ વિસ્તાર માટે ખતરો ઊભો કરી રહ્યા નથી.

હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ

વિવિધ હવામાન એજન્સીઓ આ તમામ વાવાઝોડાના પવનની ઝડપ, દિશા અને તેમની ગતિવિધિ પર સતત નજર રાખી રહી છે. આગામી સમયમાં તેમની શક્તિ અને દિશામાં ફેરફાર થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં આ પ્રકારની 4 સિસ્ટમ એકસાથે સક્રિય થવી એ ઘણા વર્ષો પછી બનેલી એક વિશિષ્ટ હવામાન ઘટના છે.