અહો વૈચિત્ર્યમ, અમેરિકામાં 200 ફૂટ ઊંચું ટાવર ચોરાઈ ગયું, પોલીસનું મગજ પણ ચકરાઈ ગયું!
એક રેડિયો સ્ટેશનનો 200 ફૂટ ઊંચો ટાવર ચોરી ગયા ચોર!
જેના કારણે રેડિયો ટ્રાન્સમિશન પણ થયું બંધ
Alabama Radio Tower Stolen in America: અમેરિકાના અલબામામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જે લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. ચોરોએ એક રેડિયો સ્ટેશનમાંથી ચોરોએ 200 ફૂટ ઊંચા ટાવરની ચોરી કરી હતી. ચોરીના કારણે રેડિયો પ્રસારણ પણ બંધ થઇ ગયું હતું. આ રેડિયો ટાવરનું નામ ડબલ્યુજેએલએક્સ 101.5 છે. જયારે એફએમના કર્મચારી સવારે ઓફિસ પહોંચ્યા ત્યારે તેમને ટાવર ગાયબ જણાયો. 200 ફૂટ ઊંચા ટાવરની ચોરીના કારણે લોકો આશ્ચર્યચકિત થયા હતા. ટાવર ઉપરાંત ત્યાં આજુબાજુમાં શોધખોળ કરતાં જાણવા મળ્યું કે તે જગ્યાએ રાખેલો સામાન પણ ચોરાઈ ગયો હતો અને રેડિયો સ્ટેશનની બિલ્ડિંગમાં પણ તોડફોડ થઈ હતી.
સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી માહિતી
કર્મચારીઓએ આ ચોરી બાબતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી હતી. રેડિયો સ્ટેશનના જનરલ મેનેજર બ્રેટ એલ્મોરે જણાવ્યું હતું કે જ્યારે સફાઈ કર્મચારીઓ સવારે ટાવરની સાઈટ પર સફાઈ કરવા ગયા ત્યારે તેમને ખબર પડી કે ઈમારતમાં તોડફોડ થઈ હતી અને ટાવર પણ ગાયબ હતો. કર્મચારીઓએ તેમને જાણ કરી કે બિલ્ડિંગમાંથી સાધનો ચોરાઈ ગયા છે. ટાવરના કપાયેલા વાયરો જમીન પર પથરાયેલા છે. ચોરોએ 200 ફૂટના ટાવરની ચોરી કરી છે.
ચોરો વિષે હજુ પણ કોઈ માહિતી મળી નથી
બ્રેટે જણાવ્યું કે હજુ સુધી ચોરોનો કોઈ પત્તો મળ્યો નથી. આ સિવાય તેણે કહ્યું કે 'હું 26 વર્ષથી રેડિયો બિઝનેસ સાથે જોડાયેલો છું. હું નિશ્ચિતપણે કહી શકું છું કે મે આ પ્રકારની ચોરી અગાઉ ક્યારેય જોઈ નથી.' જયારે પોલીસને આ અંગે જાણ કરી ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ હતી. ટાવરની ચોરીને કારણે રેડિયો સ્ટેશનને કરોડોનું નુકસાન થયું છે. જેમાં ચોરોએ ટાવરની સાથે ટ્રાન્સમીટરની પણ ચોરી કરી છે, બંનેની કિંમત ઓછામાં ઓછી 50 લાખ રૂપિયા હશે. તેમજ તેના ઇન્સ્ટોલેશન અને અન્ય વસ્તુઓનો ખરીદી ખર્ચ પણ 1 કરોડ રૂપિયાથી વધુ થઇ શકે છે. થાળ પોલીસ તપાસની સાથે ફરીથી ટાવર માટે ગો ફંડ મી અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે.