17 વર્ષના છોકરાએ કરી કમાલ, ભણવાની સાથે કરી 2.39 કરોડની કમાણી, દુનિયા ચોંકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Connor Hill: સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા અને પ્રોજેક્ટની ચિંતામાં રહેતા હોય છે, પરંતુ અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા 17 વર્ષના કોનર હિલે પોતાની કોમ્પ્યુટર સ્કિલ અને સર્જનાત્મકતાથી એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે ભૂમિતિ (Geometry)ની વર્ષો જૂની અને ખૂબ જ અઘરા ગણાતા એક પ્રશ્નને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી ઉકેલી બતાવ્યો છે.
કોનરના આ અદ્ભુત કામથી આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તેની આ અનોખી શોધ માટે તેને 2026ના 'રિજેનરોન સાયન્સ ટેલેન્ટ સર્ચ'માં પ્રથમ ક્રમ મળ્યો છે અને ઇનામ રૂપે 2.5 લાખ ડૉલર (આશરે ₹2.39 કરોડ) આપવામાં આવ્યા છે.
શું હતી ગણિતશાસ્ત્રીઓની અણઉકેલાયેલી સમસ્યા?
કોનર હિલ પોર્ટ મટિલ્ડાનો રહેવાસી છે અને સ્ટેટ કોલેજની ડેલ્ટા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે 'નોબલ પોલિહેડ્રા' નામના ખાસ 3D આકારો પર સંશોધન કર્યું છે. આ એવા આકારો છે જેની બધી બાજુઓ એક સરખી હોય છે અને દરેક ખૂણો પણ સમાન હોય છે—જેમ કે આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ તે સમઘન (Cube). આ પહેલાં ગણિતશાસ્ત્રીઓએ આવા આકારોના બે અનંત ગ્રુપ અને 61 અલગ-અલગ ઉદાહરણો શોધ્યા હતા, પરંતુ તેમને આશંકા હતી કે હજુ પણ આવા બીજા આકારો હોઈ શકે છે.
કોમ્પ્યુટર પ્રોગ્રામથી શોધ્યા 146 ચોક્કસ આકારો
કોનરે એક ખાસ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો, જેણે આવા તમામ શક્ય આકારોની બારીકાઈથી ચકાસણી કરી. આ સંશોધનને આધારે સાબિત થયું કે આવા અલગ-અલગ આકારોની ચોક્કસ સંખ્યા exact 146 છે, જ્યારે બે અનંત ગ્રુપ તો પહેલાથી જ અસ્તિત્વમાં હતા. કોનરને આ ગણિતનો પ્રશ્ન એક ઓનલાઈન જ્યોમેટ્રી ગ્રુપમાંથી મળ્યો હતો, જેને તેણે ધીમે-ધીમે પૂરા પુરાવા સાથે ઉકેલી બતાવ્યો. આ શોધમાં તેણે ગણિતની બે અલગ-અલગ શાખાઓનો ઉપયોગ કર્યો હતો.
2600થી વધુ સ્પર્ધકોને પાછળ છોડી મેળવ્યું પ્રથમ સ્થાન
આ વર્ષની 'રીજેનરોન સાયન્સ ટેલેન્ટ સર્ચ' સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 2600થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી માત્ર 40 ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ વચ્ચે કોનર હિલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. હવે તે પ્રતિષ્ઠિત MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માં પ્રવેશ મેળવવા જઈ રહ્યો છે. અભ્યાસ ઉપરાંત, તે શાળાના ન્યૂઝ પ્રોગ્રામમાં સેગમેન્ટ ચલાવે છે અને પર્યાવરણ કેન્દ્રમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે.









