અમેરિકાએ શેખ મુજીબુરના હત્યારાને શરણ આપવાના કેસને ફરીથી ખોલ્યો
શેખ હસીનાએ ચૌધરીના પ્રત્યાર્પણ માટે ટ્રમ્પને પત્ર લખ્યો હતો
બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનના હત્યારા એમ એ રશીદ ચૌધરીએ અમેરિકામાં રાજકીય શરણ મેળવી છે
(પીટીઆઇ) ઢાકા, તા. ૨૭
બાંગ્લાદેશના
રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની હત્યાના દોષિતને રાજકીય શરણ આપવાના ૧૫
વર્ષ જૂના એક કેસને અમેરિકાએ ફરીથી ખોલ્યો છે તમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં
આવ્યું છે.
બાંગ્લાદેશના
વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્ત્વવાળી વર્તમાન સરકાર અમેરિકામાં છૂપાયેલા બાંગ્લાદેશી સેનાના પૂર્વ
અધિકારી એમ એ રાશીદ ચૌધરીના પ્રત્યાર્પણ માટે અમેરિકાને ઘણા સમયથી આગ્રહ કરતી રહી
છે.
વડાપ્રધાન
હસીનાએ ગયા વર્ષે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી ચૌધરીના
પ્રત્યાર્પણની અપીલ કરી હતી. ભાગેડું જાહેર કરવામાં આવેલા ચૌધરીએ સેનાના અન્ય
અધિકારીઓ સાથે મળી લશ્કરી બળવો કરવાનો પ્રયત્ન કર્યો હતોે. ત્યારબાદ ૧૯૭૫માં શેખ
હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યા કરી દેવામાં આવી હતી.
અમેરિકાના
મીડિયાના જણાવ્યા અનુસાર યુએસ એટર્ની જનરલ વિલિયમ બાર્રે ચૌધરીને રાજકીય શરણ
આપવાના કેસને ફરીથી ખોલ્યો છે. બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને ત્યારબાદ
વડાપ્રધાન બનેલા શેખ મુજીબુર રહેમાનની ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.
તેમના પરિવારના તમામ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી પણ તેમની દીકરી હસીના અને
રેહાના વિદેશમાં હોવાથી બચી ગઇ હતી.
આ
હત્યાકાંડના ૨૩ વર્ષ પછી બાંગ્લાદેશ સેનાના પૂર્વ અધિકારી ચૌધરી અને અન્ય ભાગેડુ
દોષિતોને હાઇકોર્ટે ૧૯૯૮માં મોતની સજા સંભળાવી હતી. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે
હાઇકોર્ટના ફાંસીના આદેશને યોગ્ય ગણાવ્યો હતો.
રહેમાનની
હત્યા પછી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(બીએનપી)એ ચૌધરીનું પુનર્વસન કરાવ્યું
હતું. ચૌધરીની વિદેશમાં રાજદૂત તરીકે નિમણૂક પણ કરવામાં આવી હતી. ચૌધરી ૧૯૯૬માં
પરિવાર સાથે બ્રાઝીલથી અમેરિકા ભાગી ગયો હતો અને અમેરિકામાં રાજકીય શરણ મેળવી લીધી
હતી.
મીડિયામાં
પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ બાર્ર દ્વારા આ કેસ ફરીથી ખોલવામાં આવતા ચૌધરીનું
બાગ્લાદેશમાં પ્રત્યાર્પણ થઇ શકે છે.