World

ગાઝા યુદ્ધ સમાપ્ત થયું ત્યાં હવે નવી ચિંતા! ચીનના 13 ફાઈટર જેટ-6 જહાજ તાઈવાન નજીક દેખાયાનો દાવો

By GS TEAM
13 Oct 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થતાની સાથે જ એક નવું સંકટ ઉભું થયું છે. વાસ્તવમાં ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચીનના 13 ફાઈટર જેટ અને 6 જહાજો તાઈવાનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે. દાવા મુજબ, તેમાંથી આઠ ફાઈટર જેટ તાઈવાનની જળસંધિની મધ્ય રેખા પાર કરીને તાઈવાનના ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ હવાઈ સંરક્ષણ ક્ષેત્રો (ADIZ)માં ઘૂસણખોરી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, અમારી સેના ચીનની તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝા યુદ્ધ સમાપ્ત થયું ત્યાં હવે નવી ચિંતા! ચીનના 13 ફાઈટર જેટ-6 જહાજ તાઈવાન નજીક દેખાયાનો દાવો

China-Taiwan Controversy : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થતાની સાથે જ એક નવું સંકટ ઉભું થયું છે. વાસ્તવમાં ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચીનના 13 ફાઈટર જેટ અને 6 જહાજો તાઈવાનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે. દાવા મુજબ, તેમાંથી આઠ ફાઈટર જેટ તાઈવાનની જળસંધિની મધ્ય રેખા પાર કરીને તાઈવાનના ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ હવાઈ સંરક્ષણ ક્ષેત્રો (ADIZ)માં ઘૂસણખોરી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, અમારી સેના ચીનની તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખી રહી છે.

ચીનના વિમાનો-જહાજોની ADIZમાં ઘૂસણખોરી

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘તાઈવાનની નજીક ચીનના 13 ફાઈટર જેટ અને નૌસેનાના 6 જહાજો જોવા મળ્યા છે. તેમાંથી આઠ ફાઈટર જેટે તાઈવાનના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. અમારી સેના ચીનની કરતુતો પર નજર રાખીને બેઠી છે અને જરૂર પડશે તો યોગ્ય કાર્યવાહી કરીને જવાબ પણ આપશે.

ચીને બીજી વખત વધાર્યું તાઈવાનનું ટેન્શન

રવિવારે પણ ચીનના 16 ફાઈટર જેટ, 8 જહાજો અને એક સરકારી યુદ્ધ જહાજ સરહદ નજીક પહોંચી ગયા હોવાનો અને તેમાંથી 13 ફાઈટર જેટે તાઈવાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોવાનો તાઈવાને દાવો કર્યો હતો. આમ ચીને સતત બીજી રાત્રે તાઈવાન પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : ટ્રમ્પના કામથી ઈઝરાયલ ખુશ, સંસદમાં આપ્યું સર્વોચ્ચ સન્માન, PM નેતન્યાહૂએ આપ્યો ‘શાંતિ પુરસ્કાર’

ચીન-તાઈવાન વિવાદ

ઉલ્લેખનીય છે કે, ચીન તાઈવાનને પોતાનો ‘વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર’ માને છે, એટલે કે ચીન તાઈવાનને પોતાના મુખ્ય ભૂમિનો જ એક ભાગ ગણે છે અને અલગ દેશ તરીકે માન્યતા આપતું નથી. આ દાવો હોવાથી ચીન તાઈવાનની આસપાસના વિસ્તારોમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ અને દેખરેખને સતત વધારી રહ્યું છે. ચીની સેના વારંવાર તાઈવાનની આસપાસ હવાઈ અને દરિયાઈ પેટ્રોલિંગ કરતું રહ્યું છે. 

આ પણ વાંચો : ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઈઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત