જર્મનીના હૈમ્બર્ગ રેલવે સ્ટેશન પર છરીથી હુમલો, 12 લોકો ઘાયલ, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ
Stabbing On Hamburg Train Station In Germany : જર્મનીના હેમ્બર્ગ રેલવે સ્ટેશન પર શુક્રવારે (23 મે, 2025) એક શખ્સે ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસે સંકાસ્પદ એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જર્મનીના હેમ્બર્ગથી ચોંકવનારી ઘટના સામે આવી છે. હેમ્બર્ગના કેન્દ્રીય રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ 12 લોકો પર ચાકુથી હુમલો કરતાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટના અંગે પોલીસે સોશિયલ મીડિયા માધ્યમ 'X' જણાવ્યું હતું કે, હુમલાના બનાવમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. બીજી તરફ, પોલીસ આ હુમલા પાછળના કારણની તપાસ કરી રહી છે.