ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યૂ શરૂ, આર્મેનિયા બોર્ડર સરહદ પહેલો જથ્થો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્રણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હાલ માટે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓને પણ ખસેડવામાં આવી રહ્યા છે. ઈરાનમાં લગભગ દસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાં દોઢ હજાર કાશ્મીરીઓનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરે છે.
110 વિદ્યાર્થીઓનું પહેલા જથ્થો આર્મેનિયા સરહદ પહોંચ્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, ઈરાનના એરસ્પેસ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓને આર્મેનિયા થઈને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આર્મેનિયાથી, વિદ્યાર્થીઓને જ્યોર્જિયા અને પછી પશ્ચિમ એશિયા થઈને ભારત લાવી શકાય છે. 110 વિદ્યાર્થીઓનું પહેલા જથ્થો આર્મેનિયા સરહદ પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો: સતત પાંચમા દિવસે ઈરાન-ઈઝરાયલના મિસાઈલ હુમલા, ટ્રમ્પે કહ્યું- તાત્કાલિક તેહરાન ખાલી કરો
ભારતીય દૂતાવાસે સોમવારે (16મી જૂન) તેહરાનથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ, ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટી અને ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે. શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના ભારતીય વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યે (ઈરાનના સમય મુજબ) વેલેન્કજાવિક યુનિવર્સિટીના ગેટ નંબર 2 પરથી કોમ શહેરમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉર્મિયા યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓને પણ સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસે શિરાઝ યુનિવર્સિટી અને ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના વહીવટીતંત્ર સાથે વાત કરી છે.
ઈઝરાયલે અને ઈરાન વચ્ચે યુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ?
અગાઉ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો જેમાં ઈરાનના 20 ટોચના કમાન્ડર સહિત 75થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઈરાનની આર્મી તથા એરફોર્સના ચીફ પણ સામેલ છે. ઈરાનના છ વિજ્ઞાનીઓએ પણ જીવ ગુમાવ્યા. ઈઝરાયલ દ્વારા ઈરાન પર કુલ પાંચ તબક્કામાં હુમલો કરાયો હતો. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું. નોંધનીય છે કે ઈરાન તેજીથી પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે અને અહેવાલો અનુસાર તેમને સફળતા પણ મળી રહી હતી. એવામાં અમેરિકા અને ઈઝરાયલ નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ બને.









