mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

10 કરોડમાં વેચાય છે પાર્કિગ જેટલી સ્પેસ ધરાવતા માઇક્રો ફલેટ, આ સ્થળે ઘર ખરીદવું સપના સમાન

માઇક્રો ફલેટ ૨૨૦ સ્કવેર ફૂટનો જયારે નેનો ફલેટ ૧૩૦ સ્કવેર ફૂટનો હોય છે.

એક બેડ, નાના મેજ, ખુરશી અને ટોઇલેટની શીટ પર હોય છે શાવર

Updated: Aug 29th, 2022

10 કરોડમાં વેચાય છે પાર્કિગ જેટલી સ્પેસ ધરાવતા માઇક્રો ફલેટ, આ સ્થળે ઘર ખરીદવું સપના સમાન 1 - image


હોંગકોંગ, 29 ઓગસ્ટ,2022,સોમવાર 

રોટી, કપડા અને મકાન એ પૃથ્વી પર વસતા માણસની પાયાની જરુરીયાત છે. રોટી કપડા તો મળી રહે છે પરંતુ આવાસ બધાના નસીબમાં હોતું નથી. ચીન જેને પોતાનું સમજે છે તે હૉંગકાંગની પરીસ્થિતિ વિશ્વમાં ખૂબજ વિકટ છે. 

હોંગકોંગમાં રહેવાલાયક ઘરોની કિંમત ખૂબ ઉંચી હોવાથી ઘર ખરીદવુંએ સપના સમાન છે. પ્રોપર્ટીના ભાવ આસમાને જોવા મળતા હોવાથી નેનો હોમ અને માઇક્રો ફલેટસનો કન્સેપ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી લોકપ્રિય બન્યો છે.  એક માહિતી મુજબ હૉંગકૉંગમાં માઇક્રો ફલેટ ૨૨૦ સ્કવેર ફૂટનો જયારે નેનો ફલેટ ૧૩૦  સ્કવેર ફૂટનો હોય છે. માઇક્રો ફલેટમાં એક બેડ, નાના મેજ અને ખુરશી સિવાય ભાગ્ય જ કશું રાખી શકાય છે. માત્ર એક જ રુમ હોય છે જેમાં બધી સગવડ ઠાંસી ઠાંસીને તૈયાર કરવામાં આવે છે. હરવા ફરવાની સહેજ પણ જગ્યા હોતી નથી. 

 આ મકાનો માત્ર એચ કે એટલે કે હોમ કિચન જ હોય છે

10 કરોડમાં વેચાય છે પાર્કિગ જેટલી સ્પેસ ધરાવતા માઇક્રો ફલેટ, આ સ્થળે ઘર ખરીદવું સપના સમાન 2 - image

માઇક્રો ફલેટને પણ સારા કહેવડાવે તેવા  નેનો ફ્લેટની સાઇઝ તો એક પાર્કિગની જગ્યા કરતા વધારે હોતી નથી. આ મકાનો માત્ર એચ કે એટલે કે હોમ કિચન જ હોય છે. દુનિયામાં કયાંય જોવા ન મળે તેવા માનવીય આવાસ હૉંગકૉંગમાં જોવા મળે છે. આ શહેરમાં પ્રચંડ વસ્તી વિસ્ફોટ જોવા મળતો હોવાથી રહેઠાણની સમસ્યા જોવા મળે છે તેમાંથી જ માઇક્રો ફલેટ ડિઝાઇનનો ઉદ્ભવ થયો છે. 2015માં માઇક્રો- નેનો ફલેટનું પ્રથમવાર નિર્માણ શરુ થયું ત્યાર પછી અત્યાર સુધીમાં ભાવમાં 187 ટકા વધારો થયો છે. આ મકાનોની કિંમત 13  લાખ ડોલર એટલે કે અંદાજે 10 કરોડ રુપિયા કરતા પણ વધારે છે. 

નેનો ઘર લેવા માટે પણ વર્ષો સુધી મહેનત કરવી પડે છે 

10 કરોડમાં વેચાય છે પાર્કિગ જેટલી સ્પેસ ધરાવતા માઇક્રો ફલેટ, આ સ્થળે ઘર ખરીદવું સપના સમાન 3 - image

હોંગકોંગ વિશે એવું કહેવામાં આવે છે કે જો તમે હૉંગકૉંગમાં રહેતા હોયતો તમારી પાસે અઢળક નાણા જોઇએ અથવા તો પળે પળે બાંધછોડ કરીને જીવન ગુજારતા શીખી લેવું પડે. હૉંગકૉગમાં એક વ્યકિતનું ઓછામાં ઓછું વેતન પ્રતિ કલાક 4.82 ડોલર મળે છે.  જો આ વ્યકિતએ હાંગકૉંગમાં જેને ખરા અર્થંમાં ઘર જ ના કહી શકાય તેવું નેનો ઘર લેવું હોયતો પણ 21 વર્ષ સુધી મહેનત કરીને સતત આવક મેળવવી પડે છે. હૉંગકૉંગમાં સારી આવક ધરાવતા લોકોને પણ 650 સ્કવેર ફૂટનું ઘર લેવામાં આંખે પાણી આવી જાય છે. 

હૉંગકૉંગમાં અંદાજે 9000થી વધારે નેનો ફલેટ છે

10 કરોડમાં વેચાય છે પાર્કિગ જેટલી સ્પેસ ધરાવતા માઇક્રો ફલેટ, આ સ્થળે ઘર ખરીદવું સપના સમાન 4 - image

પહેલા હૉગકોંગમાં પણ મોટા ફલેટ અને એપાર્ટમેન્ટ જ બનતા હતા. હાઉસિંગ નિર્માણના સરકારી નિયમો પણ ઘણા કડક હતા. જેમ કે નેચરલ લાઇટ અને વેન્ટીલેશનનું ડેવલપર્સે ખાસ ધ્યાન રાખવું પડતું હતું.  ફાયર શેફટી કોડના નિયમ મુજબ દિવાલનો ઉપયોગ કરીને કિચન ઘરથી અલગ બનાવવાનું થતું હતું જેમાં એક નાની વિંડો રાખવી જરુરી હતી.

આ નિયમોમાં છુટછાટ મળ્યા પછી એફોર્ડબલ હાઉસિંગના નામે માઇક્રો અને નેનો ફલેટ તૈયાર થવા લાગ્યા હતા. આજે હૉંગકૉંગમાં અંદાજે 9000થી વધારે નેનો ફલેટ છે. નોકરી અને સારા જીવનનો વિચાર કરીને આજીવિકા માટે આવેલા લોકો માટે આ રહેઠાણ જ શરુઆતનો આશરો બને છે. સરકાર હવે આ માઇક્રો ફલેટ કેટલા નાના હોવા જોઇએ તેની મહતમ મર્યાદા નકકી કરવાનું વિચારી રહી છે. 

Gujarat