વિદેશમાં ભારતીય ટોપમાં હોય પણ તેનો લાભ ભારતને નહીં...


- લિઝ સામે ઋષિ સુનકના ચાન્સ બહુ ઉજળા નથી

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- વ્હાઇટ લોબી હવેના ચઢાણ માટે ઋષિ સુનક માટે મુશ્કેલી ઉભી કરશે

બ્રિટનમાં બોરિસ જોન્સનની જગ્યાએ આવી રહેલા નવા વડા પ્રધાન માટેની રેસમાં બ્રિટીશ ઇન્ડીયન ઋષિ સુનક આગળ છે તે જોઇ ભારતીયો ઉત્સાહમાં જણાય છે. એકતો ઋષિ સુનક ભારતીય કૂળના છે અને બીજું એકે તેમણે ભારતની નામાંકીત આઇટી કંપની ઇનફોસિસિના વડા એન આર નારાયણમૂર્તિની દિકરી સાથે લગ્ન કર્યા છે, માટે તેમનું ભારતનું કનેક્શન મજબૂત કહી શકાય. એક કારણ એ પણ છે કે ૨૦૦ વર્ષ સુધી ભારત પર રાજ કરનારા અંગ્રેજો પર હવે ભારતીય કૂળની વ્યકિત રાજ કરશે. લોકો તેને મીઠા બદલા સાથે સરખાવે છે.  પરંતુ ભારતના લોકોએે બહુ હરખાવાની જરૂર નથી કેમકે કોન્ઝર્વેટીવ પાર્ટીના બધા લોકો ઋષિ સુનક સાથે હોય એમ માનવાની જરૂર નથી. સત્તાધારી પક્ષમાંના લોકોની પસંદગી બાબતે થયેલા એક સર્વેમાં ઋષિના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી અને વિદેશ પ્રધાન લીઝ ટ્રૂસ 

આસાનીથી જીતી શકાય એવા માર્જીનથી આગળ છે.

બ્રિટનમાં આપણા જેવું નથી કે પક્ષમાંના નેતાઓનું એક નાનું જૂથ નેતાને પસંદ કરીને તેને વડાપ્રધાન પદે બેસાડી દે. બ્રિટનમાં પક્ષના તમાંમ સભ્યો વોટીંગ કરે છે અને પછી નેતા ચૂંટાય છે. એટલેકે માત્ર સાંસદો પસંદગી નથી કરતા પણ પક્ષના અન્ય સભ્યો પણ વોટીંગ કરે છે. પક્ષ ઋષિ સુનક અને લીઝ બેમાંથી એકને પસંદ કરશે. આમ આ ચઢાણ ચઢવું ઋષિ સુનક માટે બહુ મુશ્કેલ ભરેલું છે. મતદાન કરનારા સભ્યોની સંખ્યા બે લાખ થી વધુ છે.  જ્યારે કોઇ ભારતીય મૂળનો વ્યક્તિ વિદેશમાં આગળ આવે છે ત્યારે આપણો ઉત્સાહ ફૂલ્યો નથી સમાતો . તેમાંય જોતે રાજકીય ક્ષેત્રેે આગળ વધે તો તેની વાહ વાહ થતી જોવા મળે છે. વિદેશમાં જ્યારે ભારતીય મૂળનું કોઇ રાજકારણમાં આગળ આવે ત્યારે તેને સાવચેતી રાખીને કામ કરવું પડે છે કેમકે  તેના પર ભારત તરફી વલણનો આક્ષેપ થતો હોય છે. ઉદાહરણ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલા હેરીસે ભારતની એવી કોઇ ખાસ તરફેણ નથી કરી છતાં તે ભારત તરફી વલણ ધરાવે છે એમ કહેવાનું કોઇ ચૂકતું નથી. 

આ રીતે જોવા જઇએ તો  અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના અનેક રાજકારણીઓ  છે પરંતુ કોઇએ ભારતની કોઇ ખાસ તરફેણ કરી હોય એવું જોવા નથી મળ્યું. વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોએ જે સફળતા મેળવી છે તે પોતે જ્યાં કામ કરે છે તે દેશમાં મેળવી છે. તેના સફળતામાં ભારત ક્યાં ય નથી આવતું. તે સફળ થાય પછી તેનું મૂળ જોવામાં આવે છે.  ઋષિ સુનકના માતા પિતા ભારતીય છે તે હકીકત છે પણ ઋષિએ પોતે બ્રિટનમાં શિક્ષણ લીધું છે અને ત્યાંજ તેનો ઉછેેર થયો છે. તેમણે ભારતની નામાંકિત કંપની ઇન્ફોસિસના વડાની પુત્રી સાથે લગ્ન કર્યા છે માટે તે ભારતીય સાથે લગાવ ધરાવે છે એમ માની લેવાયું છે.  

આપણા દેશનું કોઇ વિદેશમાં ટોચના સ્થાને પહોંચે તો આપણે ખુશ થઇએ છીયે પણ જો કોઇ વિદેશની વ્યક્તિ આપણે ત્યાં આગળ આવે તો  તેની સામે મુશ્કેલી ઉભી કરાય છે. ઉદાહરણ તરીકે ઇટાલીયન મૂળના સોનિયા ગાંધી ૨૦૦૪માં વડાપ્રધાન બનવા માંગતા હતા પરંતુ તેમના માટે શક્ય બન્યું નહોતું. એક ટ્રેન્ડ એવો પણ જોવા મળે છે કે દાયકાઓથી વિવિધ દેશોમાં રહેતા ભારતીયોને વિવિધ સ્તરે સ્થાનિક લોકોનો રોષનો સામનો કરવો પડે છે. લંડનમાં શ્વેત લોકો લધુમતીમાં મુકાયેલા છે. લંડનના મેયર સાદીક ખાન છે તે મૂળ પાક્સિાતાનના છે.  એટલેજ કહી શકાય કે ઋષિ સુનકના બદલે લીઝના ચાન્સ ઉજળા છે.

City News

Sports

RECENT NEWS